ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ,ધ્રોલ સંચાલિત શ્રી એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર , ધ્રોલ અને ICDS વિભાગ જોડિયા દ્વારા મહિલા શક્તીકરણ , ગામડાની ગૃહિણીઓ પોતાના શાકભાજી પોતાના જ ફળીયા કે અગાસી પર પ્રાકૃતિક પધ્ધતિથી ઉગાડતા થાય, વધુ શાકભાજી ના ઉછેર દ્વારા બજારમાં પોતે શાકભાજી વેચીને આત્મનિર્ભર બને , દેશીખાતર બનાવતા અને ઉપયોગ કરતા થાય તેમજ આંગણવાડી કેન્દ્ર પર આવતા તમામ બાળકો આજ ઓર્ગેનીક શાકભાજી નો ઉપયોગ આહાર તરીકે લેતા થાય તે ઉદેશથી જોડિયા તાલુકાના આંગણવાડી કાર્યકરો માટે 50 જેટલા આંગણવાડી કાર્યકર મહિલા બહેનોને લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલના ડો સંજય પંડ્યાએ શાકભાજીને ઘર આંગણે ઉગાડવાની બોટલ પ્લાન્ટની રીત , નકામા ટાયર માં પ્લાન્ટની રીત , એકજ બોટલ માંથી ત્રણથી વધુ છોડને ઓછા પાણીએ ઉગાડવાની રીત ,બોટલ ડ્રિપ ઇરીગેશન રીત , દેશી કોકપીટ ખાતર બનાવવાની રીતનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું . કાર્યક્રમના બીજા સેશનમાં દરેક આંગણવાડી કાર્યકર પોતાના જ આંગણવાડી કેન્દ્ર પર કિચન ગાર્ડન કરે તે હેતુથી સ્થાનિક મળતા શાકભાજીના નાના રોપા અને બીજનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. લોકવિજ્ઞાનકેન્દ્ર દ્વારા આ ચોમાસાની ઋતુ માં સમગ્ર જામનગર જિલ્લા માટે આ અભિયાન નિઃશુલ્ક કાર્યરત કરવામાં આવ્યું છે તો રસ ધરાવનાર ગામના સરપંચ , કોઈ શહેરનું મંડળ કે મહિલા મંડળ, આંગણવાડી કેન્દ્ર આ કાર્યક્રમના આયોજન માટે ડો સંજય પંડ્યાનો મોબાઈલ 9979241100 પર સંપર્ક કરવાનું સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાની યાદીમાં અનુરોધ કરવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોરેન્સ બિશ્નોઈને મોકલું? : સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી
September 19, 2024 06:30 PMઝાંસીના ખેડૂત માટે વરસાદ બન્યો આફત, જિલ્લા પ્રશાસને આપી મોટી રાહત
September 19, 2024 06:25 PMઘર, પૈસા, કપડાં,અનાજ બધું સળગાવી દીધું, હવે કેવી રીતે જીવીશું? નવાદા આગ પીડિતોએ ઠાલવી વ્યથા
September 19, 2024 06:17 PMચેતી જજો...બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત સર્જાવાની સંભાવના, આ વિસ્તારોમાં થશે અસર
September 19, 2024 06:12 PMહવે ગૂગલ ખોલી નાખશે સિક્રેટ, જણાવી દેશે કે તમારો ફોટો AI જનરેટેડ છે કે રિયલ
September 19, 2024 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech