ખંભાળિયામાં સંવિધાન ગૌરવ અભિયાન 2025 અંતર્ગત “આપણું બંધારણ, આપણું સ્વાભિમાન” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપના અધ્યક્ષ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જામનગર ગ્રામ્યના (પૂર્વ)ના ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી દ્વારા સંવિધાનના મહત્વ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક કામગીરી પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
લાલજીભાઈએ જણાવ્યું કે ભાજપની સરકાર દ્વારા સંવિધાન અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. 1990માં ડૉ. આંબેડકરને “ભારત રત્ન”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંવિધાન દિનની ઉજવણીની શરૂઆત ભાજપની સરકારે 2015માં કરી હતી, જે દેશભરમાં આઝાદીના સિદ્ધાંતો અને બંધારણના મૂલ્યોને વધુ પ્રોત્સાહિત કરે છે.
તેમણે આંબેડકરના સપનાનું પ્રતિનિધિત્વ કરતું નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રનું નિર્માણ મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું, જે તેમના જીવન, વિચારો અને કૃતિઓના ઐતિહાસિક પુરાવાઓને આવરી લે છે. આ ભાજપ ની સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની સ્થાપના કરાયેલી જે બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે.
ભાજપે ડૉ. આંબેડકરના વિચારોને જીવંત રાખવા માટે સમાજના અંતિમ વ્યક્તિ સુધી ન્યાય, સમાનતા અને ભાઇચારા પહોંચાડવા માટે કામગીરી કરી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સંવિધાનને મજબૂત બનાવતા અનેક સુધારા અને નીતિઓ અમલમાં મુકવામાં આવી છે, જેમ કે અનુસૂચિત જાતિ-જનજાતિ માટે નવી યોજના, બિનઆરક્ષિત વર્ગ માટે 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગને અનામત, તેમજ નાગરિકોના હકોની રક્ષા માટે ગૃહકાયદા મજબૂત બનાવવામાં આવ્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી રસીકભાઈ નકુમ, જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ સરસીયા, નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, ધીરુભાઈ ટાકોદરા તેમજ જિલ્લા ભાજપના વિવિધ મંડળના પ્રમુખો, મહામંત્રીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા ડૉ. આંબેડકરના વિચારોને પ્રેરણા રૂપ ગણાવીને તેમના જીવનમૂલ્યોને અનુસરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ આયોજનમાં ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, ઈન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઈ કાનાણી હસુભાઈ ધોળકિયા, સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા સહિતના આગેવાનો, નગરજનો તેમજ બાળકો પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીજળીની સમસ્યા : રીબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉદ્યોગકારો એકત્ર થઈ કરી રજૂઆત
May 14, 2025 11:52 AMરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech