કાલાવડના નવાગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

  • February 20, 2023 10:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના નવાગામના એક ખેડૂતને વાહન અકસ્માત નડ્યા પછી નુકસાનીના પૈસા માંગવા જતાં માર પડ્યો છે, અને ત્રણ શખ્સોએ હુમલો કર્યા ની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે.


કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા અને ખેતી કામ કરતા અલ્પેશ ધરમશીભાઈ તાળા નામના ૩૯ વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર હુમલો કરવા અંગે નવાગામના જ વૈભવ વિનુ જોટંગીયા, હરદેવગીરી નારણગીરી ગોસ્વામી અને જયેશ મોહન ધ્રાંગીયા સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાના એકટીવા સાથે આરોપીઓનું છોટાહાથી ટકરાઈ ગયું હોવાથી નુકસાનીના પૈસા માંગ્યા હતા. જે પૈસા આપવાના બદલે ત્રણેયએ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application