જામનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને જીવતર ટુકાવ્યું
કારણ જાણવા માટે પોલીસ દ્વારા કરાતી જીણવટભરી તપાસ
જામનગરના નવાગામ ઘેડ વિસ્તાર આનંદ સોસાયટીમાં રહેતા એક યુવાને કોઇ કારણસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
શહેરની આનંદ સોસાયટીમાં રહેતા નરેશભાઇ ઉર્ફે યોગેશ ભાસ્કરભાઇ કકકડ (ઉ.વ.૩૮) નામના યુવાને ગઇકાલે છતના હુંકમાં ચુંદડી વડે કોઇ કારણસર ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી આથી ટુકડી તાકીદે દોડી ગઇ હતી.
ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, આ અંગે વિમલપાર્ક સોસાયટીમાં રહેતા કલ્પેશ ભાસ્કરભાઇ દ્વારા સીટી-બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવાને કયા કારણસર પગલુ ભર્યુ એ અંગે તપાસ હાથ ધરી છે.