અમદાવાદના ભાટ ગામમાં નશામાં ધૂત નબીરાએ બેફામ સ્પીડમાં કાર હંકારી ઘરમાં ઘૂસાડી દીધી હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.
આધેડને પાંચથી છ ફૂટ ઢસડ્યા
પ્રાપ્ત માહિતી મુજબ, શુક્રવારે મોડી રાત્રે 11:20 વાગ્યાની આસપાસ નશામાં ધૂત એક યુવક બેફામ સ્પીડમાં કાર ચલાવી ભાટ ગામમાં અશોકભાઈ પ્રજાપતિ નામના આધેડને ટક્કર મારી પાંચથી સાત ફૂટ ઢસડી કાર એક ઘરમાં ઘૂસાડી દીધી હતી. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આધેડનું ઘટનાસ્થળે જ મોત
મૃતક આધેડ ભાટ ગામમાં આવેલા ચાચરાવાડી વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા પાસે ઉભા હતા. ત્યારે કાસિન્દ્રા તરફથી આવી રહેલી કારના ચાલક અંશ ઠાકોરે નશામાં ધૂત પૂરપાટ ઝડપે કાર હંકારી બે થાંભલાને ટક્કર મારી હતી. ત્યારબાદ કારચાલકે આધેડને અડફેટે લઇને એક ઘરમાં ઘૂસાડી દીધી હતી. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માત બાદ નબીરો ભાગી ગયો
કાર ચાલકે અન્ય બે યુવકોને પણ અડફેટે લેતાં તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કારમાં યુવકની સાથે અન્ય બે વ્યક્તિઓ પણ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ નબીરો ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ, 179ના મોત, ઉતરાણ દરમિયાન વ્હીલ્સ ખુલ્યા નહીં, જાણો વિગતવાર
December 29, 2024 06:50 PM'જડ્ડુ બહુ દાંત ન દેખાડ', મેચની વચ્ચે રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાને આપ્યો ઠપકો, વીડિયો વાયરલ
December 29, 2024 06:06 PM'હું H-1B વિઝામાં માનું છું', ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કનું સમર્થન કર્યું, વિરોધીઓને મોટો ફટકો
December 29, 2024 05:48 PMરાજાધિરાજ ભગવાન દ્વારકાધીશ ના દરબારમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ
December 29, 2024 05:44 PMશાપરમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફે તાપણું કર્યું
December 29, 2024 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech