BREAKING NEWS

ખંભાળિયા : બાઈક આડે કૂતરૂ ઉતરતા આરંભડાના યુવાનનું મૃત્યુ

  • May 07, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા : બાઈક આડે કૂતરૂ ઉતરતા આરંભડાના યુવાનનું મૃત્યુ

ઓખા હાઇવે નેતરના પુલ પાસે બનેલો બનાવ : પરિવારમાં શોક

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા પ્રદ્યુમનસિંહ નિર્મળસિંહ વાઢેર નામના યુવાન ગત તા. ૭ એપ્રિલના રોજ સાંજના સમયે પોતાના બજાજ ડિસ્કવર મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી ઓખા ખાતે રહેતા તેમના એક સંબંધીના ઘરે ઓખા જઈ રહ્યા હતા.

ત્યારે ઓખા હાઈવે પર આવેલા નેતરના પુલ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કૂતરું ઉતરી આવ્યું હતું. જેના કારણે બાઇક ચાલક પ્રદ્યુમનસિંહ વાઢેર બાઇક સાથે ફંગોળાઈ ગયા હતા. 

આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હર્ષવર્ધનસિંહ પ્રદ્યુમનસિંહ વાઢેર (રહે. આરંભડા) એ મીઠાપુર પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application