મોટી ખાવડી નજીક બે બાઈક ટકરાતા એક યુવાનનું મોત

  • February 24, 2023 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી નજીક બે ડબલ સવારી બાઈક ટકરાઈ ગયા હતા, જેમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થઈ હતી, જે પૈકી એકનું મૃત્યુ નીપજ્યું છે.


જામનગર તાલુકાના સિક્કામાં રહેતો હુસેન રસિદભાઈ ભટ્ટી નામનો ૨૬ વર્ષનો યુવાન પોતાના બાઈકમાં અન્ય એક યુવાનને બેસાડીને મોટીખાવડીથી સિક્કા તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન અન્ય એક ડબલ સવારી બાઈક તેની સાથે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેય યુવાનોને ઈજા થઈ હતી, જે પૈકી હુસેન રસિદભાઈ ભટ્ટીને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા.


આ અકસ્માતના બનાવની જાણ થવાથી સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય ત્રણ ઇજાગ્રસ્તો પૈકી એકની હાલત ગંભીર હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો છે.


આ બનાવ અંગે સિકકા નાઝ સીનેમા રોડ પર રહેતા સમીર અબ્બાસભાઇ વાઘેર ઉ.વ.૨૫ એ બાઇક નં. જીજે૧૦ડીએમ-૮૦૨૫ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે ફરીયાદીના માસીના દિકરા હુશેન તથા મોહસીન મોટરસાયકલ નં. જીજે૧૦સીઆર-૪૫૯૮માં બેસીને જતા હતા ત્યારે ખાવડી એલસી-૪ સામેના રોડ પર આરોપીએ પોતાની બાઇક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application