ભારતમાં તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. હાલ જાન્યુઆરી મહિનો શરૂ થયો છે. ત્યારે ભારતમાં આ સમય દરમિયાન ઠેર-ઠેર વિવિધ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે. જેને નિહાળવા માટે દેશભરમાંથી જ નહી બલ્કે વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે. જો કે જાન્યુઆરીના સમયમાં ખાસ પ્રકારે આયોજાતા ફેસ્ટિવલને માણવાની મજા જ કઇક અલગ છે. આથી, જાન્યુઆરી મહિનામાં તમે મીની વેકેશનનું આયોજન કરી રહ્યા છો, તો આ વખતે માત્ર પહાડી વિસ્તારો જ નહીં પરંતુ દેશના અન્ય સ્થળોની પણ મુલાકાત લો. તો દેશમાં જાન્યુઆરી મહિનામાં થતા ફેસ્ટિવલના આયોજન અંગે અમે આપને જાણકારી આપીશું. એ આયોજનની મજા તમે પણ લઇ શકો છો.
કચ્છનો રણોત્સવ
જાન્યુઆરી મહિનામાં તમે ગુજરાતના કચ્છના રણમાં જઈ શકો છો. અહીં રણ ઉત્સવ ઓક્ટોબરથી શરૂ થાય છે અને ત્રણ મહિના સુધી ચાલે છે. સફેદ રણનો આ વિસ્તાર ફરવા માટે એક અદ્ભુત સ્થળ છે. આ તહેવારમાં ગુજરાતી લોકનૃત્ય અને સંગીત ખૂબ જ વિશેષ છે. ગુજરાતી ખાણીપીણીના શોખીન લોકો માટે પણ આ એક ખૂબ જ સરસ જગ્યા છે.
પતંગ મહોત્સવ
પતંગ મહોત્સવની ગણતરી સૌથી રંગીન તહેવારોમાં થાય છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ ઉડાવવાનો ફેસ્ટિવલ યોજવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો પણ આવે છે. રંગબેરંગી પતંગોથી આકાશ પણ ખૂબ જ સુંદર લાગે છે. આ મહિને તમે ગુજરાતની મુલાકાત લઈ શકો છો સાથે જ પતંગ મહોત્સવની પણ મજા માણી શકો છો.
બિકાનેર કેમલ ફેસ્ટિવલ
જાન્યુઆરીમાં રાજસ્થાનના બિકાનેરમાં ઊંટ ઉત્સવ યોજાતો હોય છે. આ ઉત્સવ ખૂબ જ પ્રખ્યાત છે. અહીં ઊંટોને પણ શણગારવામાં આવે છે અને રેસિંગ કરવામાં આવે છે. આ સાથે કેટલાક લોકો આગ સાથે એક્રોબેટિક્સ કરતા પણ જોવા મળશે. રાજસ્થાનના બિકાનેરમાં યોજાતા આ ઉત્સવને માણવાની મજા જ કઇક અલગ છે.
બલૂન ફેસ્ટિવલ
આંધ્રપ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા બલૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ફેસ્ટિવલમાં તમે હોટ એર બલૂન રાઈડનો પણ આનંદ લઈ શકો છો. જે દરમિયાન તમે ઉપરથી સુંદર નજારો જોઈ શકો છો. દેશભરમાંથી આ અનોખા બલૂન ફેસ્ટિવલને લોકો માણવા આવતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech