સંત નિરંકારી મિશન દ્વારા યોગ દિવસ ઉજવણી કરાઈ

  • June 22, 2023 10:55 AM 

સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજના પાવન આશીર્વાદથી સંત નિરંકારી મિશન દ્વારા આ વર્ષે માનવતાને સમર્પિત ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નું આયોજન તારીખ ૨૧ જુન,૨૦૨૩ એ સંપૂર્ણ ભારતવર્ષમાં વિભિન્ન ક્ષેત્રોમાં સ્થાનીય યોગ પ્રશિક્ષકોના નિર્દેશમાં નિરંકારી સત્સંગ ભવનો, ખુલ્લા સ્થળો પર કરવામાં આવ્યું.જામનગર માં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી ભવન માં સવારે ૮ થી  ૯ વાગ્યા દરમિયાન ૧ કલાક માટે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં યોગ શિક્ષકના નિર્દેશનમાં નિરંકારી ભક્તોએ ખુબ ઉત્સાહની સાથે સંગઠિત થઇને યોગાભ્યાસ કર્યો.


સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ વારંવાર તેમના વિચારોમાં કહે છે કે આધ્યાત્મિક જ્ઞાન ની સાથે સાથે આપણે શારીરિક તેમજ માનસિક રૂપથી સ્વસ્થ રહેવું ખુબ જરૂરી છે. આ યોગ દિવસનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે દરેક માં એકાગ્રતા અને સામુદાયિક સામંજસ્યની ભાવનાનો સંચાર થાય જેનાથી જીવનશૈલીને વધારે સારી તેમજ ઉત્તમ રીતથી જીવી શકાય છે. વર્તમાન સમયમાં જ્યાં તણાવપુર્ણ તેમજ નકારાત્મક વિચારોનો પ્રભાવ દરેક વ્યક્તિ પર છે. આવા સમયમાં પરમાત્માએ આપણને જે આ મનુષ્ય શરીર આપ્યું છે તેની સંભાળ યોગના માધ્યમથી આપણી જ્ઞાન્નેદ્રીયોને જાગૃત કરી આધ્યાત્મિકતા યુક્ત જીવન જીવી શકાય છે.


 યોગ ભારતની પ્રાચીન પરંપરાની અમુલ્ય ભેંટ છે. તે મન અને શરીરની એકતાનું પ્રતિક છે. આ માત્ર વ્યાયામ રૂપમાં જ નહીં પરંતુ સકારાત્મક ભાવોને જાગૃત કરીને તણાવમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપે છે. યોગ દ્વારા આપણા જીવનને સહજ તેમજ સક્રિય રૂપમાં સ્વસ્થ રહી જીવી શકાય છે. વર્તમાન સમયમાં તણાવમુક્ત જીવન જીવવા હેતુ યોગની અત્યંત આવશ્યકતા છે અને આ સંસ્કૃતિને વિશ્વના લગભગ દરેક દેશ દ્વારા અપનાવામાં આવી રહ્યા છે.


 ઉલ્લેખનીય છે કે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનની સામાજિક શાખા) દ્વારા વર્ષ ૨૦૧૫ થી જ યોગ દિવસનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવે છે. આ વર્ષના કાર્યક્રમનું આયોજન સંત નિરંકારી મંડળના સચિવ આદરણીય જોગીન્દર સુખીજાના નિર્દેશનમાં સંપૂર્ણ ભારતવર્ષમાં કરવામાં આવ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application