હોમગાર્ડઝ જવાનો માટે સાયબર ક્રાઇમ અવેરનેસ તથા સેલ્ફ ડિફેન્સ માટે વર્કશોપ યોજાયો

  • February 24, 2023 11:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે શહેરના હોમગાર્ડઝ ભાઈ બહેનો માટે"સાયબર ક્રાઇમ અવેરનેસ તથા સેલ્ફ ડિફેન્સ" માટે ના નિષ્ણાત,બહુમુખી પ્રતિભા ધરાવતા  વક્તા  પ્રેક્ષા બેન ભટ્ટનું માર્ગદર્શન લેકચર જામનગર શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી તથા બહોળી સંખ્યામાં હોમગાર્ડઝ ભાઈ બહેનોની  ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ.


પ્રેક્ષાબેન ભટ્ટ દ્વારા રસપ્રદ રીતે પ્રશ્નોતરી સાથે ખૂબ જ સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવેલ. મેયર બીનાબેન કોઠારીએ જામનગર જિલ્લા હોમગાર્ડઝ ની કામગીરીને બિરદાવેલ તથા સમાજ સાથે સેતુ બનવાના પ્રયાસની પ્રસંશા કરેલ. જિલ્લા કમાન્ડન્ટ  સુરેશભાઈ ભીંડીએ પુષ્પ ગુચ્છ દ્વારા તથા શાબ્દિક સ્વાગત કરેલ અને હોમગાર્ડઝ જવાનોની રાજ્ય કક્ષા સુધીની તાલીમની વિગત આપેલ.


આ પ્રસંગે યુનિટના અધિકારી જયેશભાઇ રાણા, કમલેશ ગઢીયા, યજ્ઞેશ વ્યાસ, કૈલાશભાઈ જેઠવા, રાજુ ઓઝા, જે. એલ. કણઝારીયા, જિજ્ઞા અંબાસણા,ડૉ. દિલીપ ડાંગર વિ. ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર જિલ્લા હોમગાર્ડઝ ની બેન્ડ પાર્ટીએ બેન્ડની સુરવલીથી વાતાવરણ જીવંત બનાવેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધિકારી મનીષભાઈ મર્થક  તથા આભાર વિધિ લિગલ ઓફિસર ગિરીશ સરવૈયા દ્વારા કરવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application