BREAKING NEWS

જામનગર જીલ્લાના ૨૮ ગામમાં, સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્ય ના ભાગરૂપે ઠેબા ગામમાં કામ શરુ કરવામાં આવ્યું...

  • March 28, 2026 02:13 PM 

જામનગર જીલ્લાના ૨૮ ગામમાં, સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે તા. ૨૮ માર્ચ ના રોજ ઠેબા ગામમાં કામ શરુ કરવામાં આવ્યું...

જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર ના સંયોજક  શરદ શેઠ, નવીન કોઠારી, રક્ષિત શેઠ, કેતન મહેતા, જયેશ મહેતા  તથા  રોટરી ક્લબ જામનગર ના પ્રમુખ હિતેશ ચાંદરિય, સેક્રરેટરી નિહાર માલદે, સભ્યો  મિલન શાહ,  ડો. રુપેન દોઢીયા, જીતેન શાહ  ઠેબા ના સરપંચ હાર્દિક મુંગરા અને ગ્રામજનો ની ઉપસ્થિતિ માં નવકાર મંત્ર ના પઠન બાદ જળ-સંચય માટે માટી - કાંપ દુર કરવાના કાર્ય નો શુભારંભ કરવામાં આવેલ.

ઠેબા ના તળાવ માં સવા કરોડ લીટર થી વધુ વર્ષા જળ સંચિત થશે જેનો ગામના અનેક ખેડૂતો અને પશુ-પક્ષી, ઢોર-ઢાંખર ને લાભ મળશે.

જામનગર જીલ્લા માં જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર અને રોટરી ક્લબ જામનગર ના સંયુક્ત ઉપક્રમે સ્વ-ભંડોળ થી, ડબાસંગ, આરીખાણા, બાલાચડી, નેસડા, મચ્જછુ-બેરાજા, સડોદર માં ફૂલનાથ મહાદેવ મંદિર, રાવલસર જેવા અનેક ગામ માં જળ-સંચય ના કાર્યો હાલ ચાલી રહેલ છે.

બંને સંસ્થા દ્વારા આ ભગીરથ કાર્ય માં તન - મન - ધન થી જોડાવા માટે જાહેર જનતા ને વિજ્ઞપ્તી કરવા માં આવેલ છે.
​​​​​​​

વરસાદી પાણી ને વહી જતું અટકાવવું બહુ જરૂરી છે. લોકો પોતા ના ઘર / ફેક્ટરી ની છત અને છાપરા ઉપર પડતા વરસાદી પાણી ને સંચિત કરે તો જળ-સ્તર ઊંચું આવે અને પાણી ની ગુણવત્તા પણ સુધરે. જળ સંચય ના કાય માં માર્ગદર્શન માટે સંસ્થા નો સંપર્ક કરી શકે છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News