આ રાજ્યમાં મહિલા સરકારી કર્મીઓને પિરિયેડ્સ દરમિયાન મળી શકે છે મોટી રાહત, ચૂંટણીની અસર હેઠળ લેવાઈ શકે છે મોટા નિર્ણય

  • January 08, 2023 05:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનમાં મહિલા સરકારી કર્મચારીઓ માટે મોટા રાહતના સમાચાર છે. સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ અર્ચના શર્માએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને મહિલાઓ માટે પીરિયડ્સ દરમિયાન ઘરેથી કામ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે અમે રજા નથી માંગી રહ્યા. જ્યારે ઈ-ફાઈલિંગનો સમય ચાલી રહ્યો છે ત્યારે પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ઘરેથી કામ કરી શકે તેમ છે. તેમણે મુખ્યમંત્રીની ઉડાન યોજનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં મહિલાઓને દર મહિને ૧૨ પેડ આપવામાં આવે છે. બજેટ આવતા પહેલા સરકાર આ સૂચનનો અમલ કરી શકે છે.


રાજસ્થાનમાં ચૂંટણી વિભાગના સુધારણા કાર્યક્રમ દરમિયાન, 199 વિધાનસભા ક્ષેત્રમાં 19 લાખ 89,182 નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે, જેમાં મહિલા મતદારોની સંખ્યામાં 10 લાખ 18,685 જેટલો વધારો થયો છે. રાજ્યમાં કુલ 5 કરોડ 11 લાખ 64,685 મતદારો નોંધાયેલા છે. જેમાં 2 કરોડ 44 લાખ 72,600 મહિલા મતદારો છે. જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ પણ છે. રાજસ્થાનની બસોમાં સરકાર પહેલેથી જ મહિલાઓ માટે 30 ટકા ઓછું ભાડું વસૂલે છે. સાથે જ મહિલાઓ માટે 500 ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application