6 લાખ આપીને મહિલાઓ આવે છે તોડફોડ કરવા !

  • May 28, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુસ્સો કોઈના માટે સારો નથી. તેને રોકવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. ધ્યાનથી લઈને યોગ સુધી બધું કરીને મનને શાંત રાખે છે, પણ આજકાલ અમેરિકા અને યુરોપિયન દેશોમાં રેજ રિચ્યુઅલ્સ એક નવો ટ્રેન્ડ છે. જંગલની વચ્ચે પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જ્યાં ગુસ્સે ભરાયેલી મહિલાઓએ જઈને ચીસો પાડીને પોતાનો ગુસ્સો કાઢે છે. તેઓ તોડફોડનું કરે છે. આવી પાર્ટીઓમાં હાજરી આપવા માટે મહિલાઓ 5 થી 6 લાખ રૂપિયા ચૂકવે છે.


અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મિયા મજિક તરીકે ઓળખાતા મિયા બંધુચી આ દિવસોમાં અમેરિકામાં આવી પાર્ટીઓ (રેજ રિચ્યુઅલ્સ)નું આયોજન કરી રહી છે. સાયબર સિક્યોરિટી એન્જિનિયર મિયા બંધુચીએ જણાવ્યું કે, ઘણી વખત જંગલની વચ્ચે આવી પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મહિલાઓને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનો મોકો મળે છે. અમે લોકોને કહેવા માંગીએ છીએ કે ગુસ્સો ન કરો, આક્રમક ન બનો. આ અત્યંત જોખમી છે. પુરુષો માટે રડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ કોઈપણ સંજોગોમાં આંસુ વહાવી શકતા નથી. એ જ રીતે મહિલાઓએ પોતાનો ગુસ્સો કાઢવો જરૂરી છે.


આવી પાર્ટીઓમાં લોકો શું કરે? આ પ્રશ્નના જવાબમાં મિયા બંધુચીએ કહ્યું કે, અહીં મહિલાઓ આવે છે. પાડે છે, ગુસ્સો કાઢે છે, ત્યાં રાખવામાં આવેલી વસ્તુ તોડી નાખે છે. લાકડી જમીન પર મારે છે જેથી કોઈક રીતે તેમની અંદરની આક્રમકતા બહાર આવે. તેમનું મન શાંત થાય, એકવાર આ પ્રક્રિયા થઈ જાય પછી તેઓ ખૂબ જ હળવાશ અનુભવે છે. આ જ કારણ છે કે આવી પાર્ટીઓની માંગ વધી રહી છે. 


આવી પાર્ટીઓ માટે યોગ્ય જગ્યાઓ બનાવવામાં આવી છે. જ્યાં રાત્રી રોકાણ માટે રૂમ પણ બનાવવામાં આવ્યા છે. ઘણી પાર્ટીઓમાં હાજરી આપવા માટે મહિલાઓ 7000 થી 8000 ડોલર એટલે કે લગભગ 6 લાખ રૂપિયા ચૂકવે છે. અહીં આવનારી મહિલાઓને ઉશ્કેરવામાં આવે છે. જ્યારે તેમની સાથે અન્યાય થયો હતો ત્યારે તેઓને યાદ કરવામાં આવે છે. તેમને તે સમયનું વાતાવરણ યાદ રાખવાનું કહેવામાં આવે છે. આવી જ એક પાર્ટીમાં હાજરી આપનાર કિમ્બર્લી હેલ્મ્સ તેને ચમત્કારિક ગણાવે છે. તેણે કહ્યું, એવી કોઈ જગ્યા નથી જ્યાં તમે મહિલાઓને આ રીતે ગુસ્સે થતી જોઈ શકો. આ ફક્ત હોર્મોનલ ફેરફારો માટે છે. આનાથી મને ઘણી શાંતિ મળી. પ્રખ્યાત ડૉક્ટર આર્થર જાનોવ તેને તબીબી વિજ્ઞાન કહે છે. તેમણે કહ્યું, જ્યારે લોકો આવું કરે છે અને પોતાનો ગુસ્સો બહાર કાઢવા દે છે, ત્યારે તેમની ખુશીની ક્ષમતા ખરેખર વધી જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application