પતિ, બે પુત્રો ગુમાવનાર મહિલાનો એસિડ પી આપઘાત

  • July 26, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢમાં જર્જરિત મકાન નીચે પતિ અને બે બાળકો ના વિરહ થી અને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરતા ગઈકાલે મૃતકના પત્નીએ એસિડ પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો જેનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જીવ ગુમાવતા પરિરનો માળો વિખાતા મૃતક ના પત્નીએ આપઘાત નો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારના વિરહમાં મહિલાએ પણ આપઘાત કર્યાના બનાવને પગલે ચકચાર જાગી છે. સમાજના આગેવાને મકાન પડવાની ઘટનામાં કમિશનર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.


જૂનાગઢના દાતાર રોડ કડિયાવાડ ના ખૂણા પાસે ગઈકાલે ત્રણ માળનું જર્જરીત મકાન પડી જતા મકાન નીચે રિક્ષામાં બેસેલા પિતા સહિત બે બાળકો દબાઈ ગયા હતા. તંત્ર દ્વારા ચારથી પાંચ કલાકની રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી પરંતુ કાટમાળ નીચેથી પિતા અને બંને પુત્રોના મૃતદેહ જ મળ્યા હતા. રિક્ષામાં પતિ સંજયભાઈ ડાભી પુત્ર તરુણ અને દક્ષ સાથે આવેલી માતા મયુરીબેન શાકભાજી લેવા ગયા હતા ત્યારબાદ કરુણઘટના બની હતી જેમાં તેનો જીવ બચી ગયો હતો.પરંતુ પરિવારનો માળો વિખાઈ ગયો હતો. પતિ તથા બંને પુત્રો ના કાટમાળ હેઠળ દબાઈ જવાથી મોત થવાના બનાવમાં પરિવારના વિરહમાં મહિલાએ ગઈકાલે એસિડ પી લેતા આપઘાત નો પ્રયાસ કર્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે સમાજના આગેવાનો પહોંચી ગયા છે મહિલાના પીએમની તજવીજની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
​​​​​​​
તંત્ર દ્વારા જર્જરીત ઈમારતને લઈ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા મહિલા શોકમાં આવી ગઈ હતી આ ઉપરાંત પરિવારના વિરહમાં પરિવાર એ પોતાનો જીવ ગુમાવી દીધો હતો.
ઘટનાને લઇ ગઈકાલે જ સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી દ્વારા જણાવ્યું હતું કે કાટમાળ નીચે દબાવવાની ઘટના તંત્ર દોષિત હોય કમિશનર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી હતી આ ઉપરાંત સમગ્ર બનાવને પગલે મહિલા પણ ખૂબ જ દુ:ખી થયા હતા જેને પગલે ગઈકાલે મહિલાએ એસિડ પી લેતા સારવાર માટે જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે તેમજ ત્રણ દિવસમાં ત્રણના કાટમાળ હેઠળ અને ત્યારબાદ પત્નીના આપઘાતથી એક જ પરિવારના ચારેયના મોત થતા તંત્ર પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે. તંત્ર એ જર્જરીત મકાન હોવા છતાં મકાન માલિક સામે કોઈ કાર્યવાહી ન કરી જેથી મકાન પડી જવાના બનાવથી પરિવારના ત્રણ સભ્યોના જીવ ગુમાવવા પડ્યા. જેને પગલે કમિશનર અને ટાઉન પ્લાનિંગ અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી કરવા રાજુભાઈ સોલંકી એ જણાવ્યું હતું. વડોદરામાં ઇમારત પડવાના બનાવ બાદ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી તો જૂનાગઢના બનાવ બાદ તંત્રના પેટનું પાણી ન હલતા મહિલા નોંધારી થતાં તેણે એસિડ પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો.પરિવારના ત્રણ સભ્યો ગુમાવ્યા બાદ મહિલાએ આપઘાત કરતા એક જ પરિવારના ચારેયના મોતથી સમાજમાં રોષ ફેલાયો છે. મહિલાના આપઘાત બાદ પોલીસ ફરિયાદી બનશે કે સમાજના કોઈ આગેવાનો આગળ આવશે તે અંગે મીટ મંડાઈ છે જોકે જર્જરીતઇમારત ધરાસાઈ થવાના બનાવ બાદ તંત્ર દ્વારા હજુ પણ એકબીજાને ખો આપવામાં આવી રહી છે તેમ જ નોટિસોની કાર્યવાહી જ કરવામાં આવી રહી છે જેથી પરિવાર અને બે બાળકોના મૃત્યુ બાદ પત્ની એ પણ આપઘાત કરતા ચકચાર જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application