એર ઈન્ડિયાની નાગપુર-મુંબઈ ફ્લાઈટમાં મહિલાને વીંછી કરડ્યો

  • May 06, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પ્લેન લેન્ડ થતાની સાથે જ મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ




પ્લેનમાં સાપ, જીવજંતુ , ઉંદરો અને પક્ષીઓ પણ જોવા મળ્યા છે પરંતુ આ કદાચ પહેલીવાર છે જ્યારે વીંછી જોવા મળ્યો હોય. અને મુસાફરને કરડ્યો હોય.. નાગપુર-મુંબઈ ફ્લાઇટમાં પ્લેન ટ્રાન્ઝિટમાં હતું ત્યારે એક મહિલાને વીંછીએ ડંખ માર્યો હતો. વિમાન એરપોર્ટ પર પહોંચ્યા પછી તરત જ, મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ સારી હોવાનું કહેવાય છે. થોડા સમય પછી તેને ઘરે જવા દેવામાં આવી હતી. અને તે ખતરાની બહાર છે. એર ઈન્ડિયાની નાગપુર-મુંબઈ ફ્લાઈટ (AI 630) હવામાં હતી જ્યારે મુંબઈ એરપોર્ટ પર ડૉક્ટર સાથે તૈયાર રહેવાની સુચના મોકલવામાં આવી હતી.




એરઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, ફ્લાઇટમાં એક મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો. પ્લેન લેન્ડ થયા બાદ મહિલા પેસેન્જરને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અમારા અધિકારીઓ મહિલાની સાથે હોસ્પિટલમાં ગયા અને ડિસ્ચાર્જ સુધી તમામ મદદ પૂરી પાડી. એર ઈન્ડિયાની એન્જિનિયરિંગ ટીમે પ્લેનની વ્યાપક તપાસ હાથ ધરી હતી.




સૂત્રોએ જણાવ્યું કે મેડિકલ ટીમે પ્લેનમાંથી બહાર નીકળતાની સાથે જ મહિલાની તપાસ શરૂ કરી. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને થોડા સમય પછી રજા આપવામાં આવી હતી. એઆઈના પ્રવક્તાએ કહ્યું છે કે ઘટના બાદ અમારી ટીમે પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાનની સંપૂર્ણ તપાસ કરી. એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે જ્યારે જંતુઓને મારનાર ગેસ છોડવામાં આવ્યો ત્યારે વીંછી પકડાયો હતો. AI પેસેન્જરને થયેલી અસુવિધા માટે માફી માંગે છે.



આ પહેલા ગયા વર્ષે જુલાઈમાં ગલ્ફ-ઈન્ડિયાની ફ્લાઈટના કોકપીટમાં એક નાનું જીવંત પક્ષી જોવા મળ્યું હતું. ગયા ડિસેમ્બરમાં એક ભારતીય કેરિયરની ફ્લાઈટ કાર્ગોમાં એક સાપ જોવા મળ્યો હતો. વિમાન કાલિકટથી દુબઈ જઈ રહ્યું હતું. પ્લેનમાં ઘણી વખત ઉંદરો જોવા મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application