કિડની વેચવા મહિલાએ લીધો ઈન્ટરનેટનો સહારો, સાયબર ક્રીમીનલ્સએ ઉઠાવ્યો ફાયદો

  • July 10, 2023 07:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આર્થિક સમસ્યા કે અન્ય મજબૂરીઓમાં ફસાયેલા લોકો બચવા શું નથી કરતા. તાજેતરમાં જ આવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક મહિલા લોન ચૂકવવા માટે પોતાની કિડની વેચી રહી હતી. અકસ્માતને કારણે સૂર્યા નામની મહિલા ફેબ્રુઆરી 2020થી કામ કરી શકી નથી. જેના કારણે તેણીને રૂ.5 લાખની લોન ચૂકવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે કોઈ રસ્તો હાથમાં ન આવ્યો ત્યારે તેણે કિડની વેચવાનું નક્કી કર્યું. ભારતમાં કિડની વેચવી એ ગુનો છે તે જાણવા છતાં મહિલા ખરીદદાર શોધવા માટે ઓનલાઈન ગઈ.

મહિલાએ ફેસબુક સહિત અનેક જગ્યાએ ‘કિડની’ અને ‘સેલ’ સર્ચ કરીને કિડની વેચવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ મુજબ તેણે ફેસબુક પેજ પર પોતાનો નંબર છોડી દીધો હતો. બાદમાં મહિલાને ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે દાવો કર્યો હતો કે તે દિલ્હી નજીક ગાઝિયાબાદના ગીત્રોહ મેડિકલ સેન્ટરમાં વાત કરી રહ્યો હતો.

ડોક્ટરે મહિલાને ખાતરી આપી હતી કે તે કિડની માટે 1 કરોડ રૂપિયા આપશે. આ એટલી મોટી રકમ હતી જે મહિલાને લોન ચૂકવવામાં અને પરિવારનું ભરણપોષણ કરવામાં મદદ કરી શકી હોત. જો કે, તે ડોક્ટર નહીં પરંતુ એક કૌભાંડી હતો, જેણે ડોનર કોર્ડ બનાવવા માટે પૈસાની માંગણી શરૂ કરી હતી. તેણે મહિલાને કહ્યું કે કિડની વેચવા માટે પહેલા ડોનર કાર્ડ બનાવવામાં આવશે, જેના માટે ફી લેવામાં આવશે.

મહિલાએ ચુકવણી ન કરી અને ડોનર કાર્ડ વિષે તપાસવાનું શરૂ કર્યું. તેમને મોહન ફાઉન્ડેશન (મલ્ટી ઓર્ગન હાર્વેસ્ટિંગ એઇડ નેટવર્ક) નો નંબર મળ્યો જે અંગ દાનને પ્રોત્સાહન આપે છે અને ડોનર કાર્ડ જારી કરે છે. અહીંથી તેમને ખબર પડી કે જેઓ અંગોનું દાન કરવા માગે છે તેમને ડોનર કાર્ડ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી.


ફાઉન્ડેશને મહિલાને કહ્યું કે ડોનર કાર્ડ માટે કોઈ ચૂકવણી કરવામાં આવતી નથી, આમ છતાં તેણીએ ડોનર કાર્ડ માટે ચૂકવણી કરી અને તે પછી સ્કેમર્સ નાસી છૂટ્યા. ફાઉન્ડેશનના કહેવા પર સૂર્યા અને અન્ય પીડિતોએ ચેન્નાઈ પોલીસને ફરિયાદ કરી છે. આજકાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માનવ અંગોની ખરીદી અને વેચાણનું હબ બની ગયું છે. અને સાયબર ક્રીમીનલ્સ આનો ફાયદો ઉઠાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application