નરી આંખે પણ ન જોઈ શકાય એવા વિશ્વના સૌથી નાના સ્કિન કેન્સરનો ભોગ બની મહિલા, રોગની ઓળખ કરવા બદલ ડોકટરોનું નામ નોંધાયું વર્લ્ડ રેકોર્ડમાં

  • May 04, 2023 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણી વખતે ચહેરા પર એવા દાગ હોય છે, જેને આપણે અવગણીએ છીએ પરંતુ જ્યારે આ દાગ એક ચિંતાનો વિષય બની જાય ત્યારે સમસ્યા થાય છે. ઓરેગન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના સ્કિન એક્સપર્ટ્સની એક ટીમે તાજેતરમાં જ એક મહિલાની સ્કિનમાં દુનિયાના સૌથી નાના કેન્સરની ઓળખ કરી છે. 


મહિલાની આંખ નીચે ગાલ પર મુશ્કેલથી દેખાતુ સ્થાન 0.65 મિલીમીટર કે 0.025 ઈંચ માપવામાં આવ્યુ હતું. આ મનુષ્યની આંખો માટે લગભગ નહીવત હતુ પરંતુ સ્કિન નિષ્ણાતોની ટીમે હાઈ-ટે-ગેર-ઈનવેસિવ ટેકનિકનો ઉપયોગ કરીને નાના કેન્સરની જાણકારી મેળવી.



શરૂઆતમાં ટેસ્ટમાં કંઈ પણ સામે આવ્યું નહોતુ પરંતુ સ્કિન એક્સપર્ટે એક નાના દાગને શોધ્યો હતો. ત્યાર બાદ ઉચ્ચ-ટેકનિકની બિન-ઈવેસિવ મશીનોનો ઉપયોગ કરીને જાણ થઈ કે હકીકતમાં તે મેલેનોમા હતુ, જે સ્કિન કેન્સરનો સૌથી જોખમી પ્રકાર હતો. સૌથી નાના સ્કિન કેન્સરની શોધ કરવા માટે ડોક્ટર અને તેમની ટીમનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યુ છે. કેન્સરની જાણકારી મેળવવા માટે સ્કિનને કાપવાની જરૂર પડી નહોતી કારણ કે એક્સપર્ટે પહેલા જ કેન્સરની ઓળખ કરી લીધી હતી. જેની જાણકારી મેળવવા ડોકટરો દ્વારા બિન-ઈનવેસિવ ટેકનિકનો ઉપયોગ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application