જામનગર : ડુંગરાળી દેવરીયા ગામે મહિલાએ ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી
ગાઇના પ્રસંગમાં પતિ એકલા જતા મનમાં લાગી આવતા પગલુ ભર્યુ
કાલાવડના ડુંગરાળી દેવરીયા ગામે રહેતી પૂજાબેન ધર્મેશભાઇ વાઘેલા ઉં.૩૦ નામની પરીણીતાએ તા.૪ના બપોરેના સુમારે રહેણાક છાંપરે પાઇપમાં દોરી બાંધીને ગળા ફાંસો ખાઇ લેતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપઝયુ છે આ અંગે ધર્મેશ ધીરૂભાઇ વાઘેલાએ ગ્રામ્ય પોલીસમાં જાહેર કર્યુ હતુ.
આ અંગેની વિગત મુજબ જાહેર કરનારના નાનાભાઇ ભરતની સગાઇની વાત કરવા માટે પરીવારના સભ્યો ખોજાબેરાજા ગામે ગયા હતા અને જાહેર કરનાર ગુંદા વેચવા માટે જામનગર ગયા હતા બપોરેના જાહેર કરનાર ઘરે આવી મરણ જનારને કહેલ કે ભરતની સગાઇ નકકી થયેલ છે. અને વ્યવહારનું સમજવા જવાનુ છે તેથી મરણ જનાર પુજાબેનને તેમની સાથે આવવાનું કહેતા તેણીએ કહેલ કે આપણે અત્યાર જવુ નથી જેથી જાહેર કરનારે સગાભાઇની સગાઇની વાત હોઇ આપણે જવુ પડશે તેમ વાત કરી હતી.
દરમ્યાન મરણજનાર ગુસ્સામાં આવી હું ના પાડુ છુ તેમ છતાં તમારે જવુ હોઇ તો જાવ મારે અત્યારે આવવુ નથી તેમ કહ્યુ હતુ દરમ્યાન જાહેર કરનાર તથા તેમના બહેન ખોજાબેરાજા ગામે ગયા હતા અને પાછળથી મરણ જનાર તેમના પતિને ના પાડવા છતાં સગાઇ વ્યવહારમાં ગયેલ એ વાતનું મનમાં લાગી આવતા તેણીએ આ પગલુ ભરી લીધુ હતુ.