મહિલાએ મફતમાં ભરાવ્યું 22 લાખ રૂપિયાનું પેટ્રોલ, ટ્રીક જાણીને તમે પણ ચોંકી જશો

  • March 18, 2024 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમે તમારી કાર કે બાઇકમાં પેટ્રોલ ભરવા જતા જ હશો તો કેટલીકવાર તમે પેટીએમ કે ફોન પે દ્વારા અથવા કોઈપણ રીતે ઓનલાઈન ચૂકવણી કરી જ હશે. જેમાં તમને રિવોર્ડ પોઈન્ટ પણ મળ્યા હશે. પરંતુ એક મહિલાએ આ કાર્ડનો ઉપયોગ કરીને 22 લાખ રૂપિયાનું પેટ્રોલ મફતમાં ભરાવ્યું હતું. હા, 22 લાખ રૂપિયાનું પેટ્રોલ. તેણે એવી રીત અપનાવી કે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.


રિપોર્ટ અનુસાર, અમેરિકાના રહેવાસી 45 વર્ષીય ડોન થોમ્પસન નેબ્રાસ્કાના એક જ પંપ પરથી પેટ્રોલ ભરાવતા હતા. આ માટે તેણીએ રિવોર્ડ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેને પોઈન્ટ સાથે ચૂકવણી કરવા માટે વપરાય છે. તેણે એક પૈસો પણ ચૂકવવો પડ્યો ન હતો. પરંતુ એક ભૂલને કારણે તે અમીર બની ગઈ. ખરેખર, પેટ્રોલ પંપે 2022માં તેનું સોફ્ટવેર અપડેટ કર્યું હતું. આનાથી લોયલ્ટી કાર્ડ ધરાવતા ગ્રાહકોને તક મળી. કારણ કે જો તમે આ સોફ્ટવેર દ્વારા કાર્ડને બે વાર સ્વાઈપ કરશો તો તે પેટ્રોલ પંપને ડેમો મોડમાં મુકશે. આનો અર્થ એ થયો કે બધું ડેમો દ્વારા કરવામાં આવી રહ્યું હતું, એટલે કે તેના માટે કોઈ ચૂકવણી કરવાની જરૂર નથી. અનાયાસે મહિલાને આ ટ્રીકની ખબર પડી અને તે વારંવાર આ જ રીતે ચૂકવણી કરતી રહી. પરિણામે તેના અકાઉન્ટ માંથી એક રૂપિયો પણ ન કપાયો. આ રીતે મહિલાએ એક વર્ષમાં 510 વખત પેટ્રોલ ભરાવ્યું. ક્યારેક તો તે દિવસમાં ઘણી વખત પેટ્રોલ સ્ટેશને આવતી હતી.


એક વર્ષ પછી, જ્યારે પેટ્રોલ પંપમાં ગણતરી કરવામાં આવી, ત્યારે આ ગેરરીતિની સામે આવી. પછી જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે મહિલાને 27,000 ડોલર એટલે કે લગભગ 22 લાખનું પેટ્રોલ મફતમાં ભરેલું હતું. આ પછી પેટ્રોલ પંપના માલિકોએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે જણાવ્યું કે મહિલાએ 13 નવેમ્બર 2022થી 1 જૂન 2023 વચ્ચે રિવોર્ડ કાર્ડનો 510 વખત ઉપયોગ કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News