શું મુન્નાભાઇ ફિલ્મનો ત્રીજો ભાગ આવશે? શું કહ્યું રાજકુમાર હિરાણીએ?

  • December 30, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkalteamરાજકુમાર હિરાણી તેની તાજેતરની રિલીઝ થયેલી શાહરૂખ ખાન સ્ટારર 'ડંકી'ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકુમાર હિરાણીએ સંજય દત્ત અભિનીત તેમની બ્લોકબસ્ટર ફિલ્મ 'મુન્નાભાઈ' ફિલ્મના ત્રીજા ભાગ વિશે એક અપડેટ આપ્યું છે. 'મુન્નાભાઇ એમબીબીએસ' અને 'લગે રહો મુન્નાભાઇ'ને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. ત્યારે દર્શકો મુન્નાભાઇના ત્રીજા ભાગ માટે પણ એટલા ઉત્સુક છે. હવે આ જ મુદ્દે રાજકુમાર હિરાણીએ તાજેતરના તેના એક ઇન્ટરવ્યુમાં માહિતી આપી હતી. જેમાં તેમણે 'મુન્નાભાઈ એમબીબીએસ'ના ત્રીજા ભાગની શક્યતા માટેનો સંકેત આપ્યો હતો.


રાજકુમાર હિરાણી 'મુન્નાભાઈ' ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ ક્યારે લાવશે?

એક ઇન્ટરવ્યુ દરમિયાન રાજકુમાર હિરાણીએ કહ્યું, “મુન્નાભાઈ સાથે અમારો સંઘર્ષ એ રહ્યો છે કે છેલ્લી બે ફિલ્મો ખૂબ જ સારી બની છે અને મારી પાસે હજુ પણ પાંચ અધૂરી લખાયેલી સ્ક્રિપ્ટો છે. હું ઘણીવાર સંજય દત્ત સાથે વાત કરું છું. તે કહે છે કે મુન્નાભાઇની હજુ એક ફિલ્મ બનાવવી જોઇએ. ડંકી ફિલ્મનું કામ પૂર્ણ થઇ ગયું છે ત્યારે હવે જૂની વાર્તાઓનો પટારો ખોલીશ. જો કે મને વધુ એક મુન્નાભાઈ બનાવવાની ઇચ્છા છે પણ કયારે બનાવીશ એ ખબર નથી એમ પણ રાજકુમાર હિરાણીએ જણાવ્યું હતું.


'મુન્નાભાઈ' ના બંને ભાગોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો

તમને જણાવી દઈએ કે વર્ષ 2003માં પહેલીવાર રાજકુમાર હિરાણીએ કોમેડી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ દ્વારા મુન્નાભાઈ એટલે કે સંજય દત્ત અને સર્કિટ એટલે કે અરશદ વારસીના આઇકોનિક પાત્રો સાથે દુનિયાને પરિચય કરાવ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ ધૂમ મચાવી હતી અને સુપરડુપર હિટ પણ રહી હતી. આ પછી હિરાણીએ આ ફિલ્મની સિક્વલ 'લગે રહો મુન્નાભાઈ' 2006માં રિલીઝ કરી હતી. આ ફિલ્મમાં ફરી એકવાર સંજય દત્ત અને અરશદ વારસીએ ગાંધીગીરીના સ્પર્શથી લોકોના દિલને સ્પર્શી લીધા હતા. ત્યારથી ચાહકો આ ફિલ્મના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application