શું ટી20ની શ્રેણીમાં કિંગ કોહલીનો આ રેકોર્ડ બ્રેક કરી શકશે કેપ્ટન રોહિત શર્મા?

  • January 10, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલે એટલે કે ગુરુવારથી ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આપને જણાવી દઇએ કે હાલમાં આ રેકોર્ડ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે છે.


ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20 મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. મહત્વનું છે કે આ ટી20ની શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીમમાં વાપસી થઈ છે. જયારે કે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાને કારણે આ શ્રેણીનો ભાગ નથી. પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા આવતીકાલે યોજાનારી મેચમાં વિરાટ કોહલીનો રેકોર્ડ બ્રેક કરી શકે છે.


જીહા, અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી20માં માત્ર 44 રન બનાવીને રોહિત શર્મા વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી શકે છે. વાસ્તવમાં ટી20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કિંગ કોહલીના ખાતામાં છે. આપને જણાવી દઇએ કે વિરાટ કોહલીએ 50 મેચમાં 1570 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માના નામે 51 મેચમાં 1527 રન છે. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટી20માં 44 રન બનાવી લે છે તો તે ટી20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની રહેશે.


નોંધપાત્ર બાબત એ છે કે, ટી20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી હાલ ચોથા સ્થાન પર છે. આ સ્થિતિમાં જો  ભારતીય કેપ્ટન રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી20માં 44 રન બનાવશે તો તે વિરાટ કોહલીને પાછળ છોડીને ચોથા નંબર પર આવી જશે. આ રેકોર્ડ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ ટોપ પર છે. ફિન્ચના નામે 2236 રન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application