શાહરૂખ ખાન અને આમિર ખાનથી લઈને સંજય દત્ત સુધી દરેક સાથે સુપરહિટ ફિલ્મો આપનાર ફેમસ ડિરેક્ટર રાજકુમાર હિરાણી હાલ તો 'ડંકી'ની સફળતાથી ખૂબ જ ખુશ થઇ ગયા છે. પણ જાણીને નવાઇ લાગશે કે તેમની સૌથી ફેવરીટ ફિલ્મમાં ડંકીનું નામ સામેલ નથી. એક વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેમણે બનાવેલી ફિલ્મોમાં ડંકી ફિલ્મ તેમની પંસદગીની ફિલ્મોના કયા રેન્ક પર આવે છે. આ સવાલનો તેમણે રસપ્રદ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સાચું કહું તો આમિર ખાને મને એક વાત કહી હતી. આમિરે કહ્યું હતું કે તમે તમારી ફિલ્મોને રિલીઝના ચાર-પાંચ વર્ષ પછી જ નંબર આપી શકો છો.
રાજકુમાર હિરાણીએ એમ પણ કહ્યું હતું કે, “જ્યારે ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે તમે તમારી ફિલ્મ સાથે એટલી આત્મીયતા ધરાવો છો કે તમને ખબર નથી હોતી કે તે શું છે. ખાસ કરીને એ ફિલ્મ જે હમણાં જ રિલીઝ થઈ છે, કારણ કે તમે આ ફિલ્મની ખૂબ જ નજીક છો અને તમારી આ છેલ્લી ફિલ્મ તમને સૌથી ખરાબ લાગે છે. જ્યારે મેં 3 ઈડિયટ્સ બનાવી ત્યારે મને લાગ્યું કે મેં બહુ ખરાબ ફિલ્મ બનાવી છે, મુન્નાભાઈ બહુ સારી હતી. મુન્નાભાઈની સામે 3 ઈડિયટ્સ બિલકુલ સારી નહિ લાગે એમ લાગતું હતું પણ 3 ઈડિયટ્સ પછી જ્યારે પીકે બની ત્યારે મને લાગ્યું કે પીકેમાં કંઈક ખોટું થયું છે. તેથી મારી ફિલ્મોને જજ કરવી અને તેમને નંબર આપવો મારા માટે ખૂબ જ મુશ્કેલ છે.
રાજકુમાર હિરાણીના મતે હવે જ્યારે પણ તેઓ મુન્નાભાઈ એમબીબીએસ, પીકે, 3 ઈડિયટ્સ જેવી તેમની મુવીને એકાંતમાં જુએ છે. ત્યારે તેમણે એ નોંધ્યું છે કે તેમને ફિલ્મના સીનમાં ખામી નજરે આવે છે. હાલ પણ તેઓ મુન્નાભાઇના કેટલાક સીન જુએ છે ત્યારે તેમને વિચાર આવે છે કે આ સીન તેમણે શા માટે લખ્યા, કેમ કે ફિલ્મ જોતી વેળા તેમને કેટલીક ખામીઓ જણાઇ છે. આમ, રાજકુમાર હિરાણીએ ભલેને મુન્નાભાઇ, થ્રી ઇડિયટ્સ, પીકે, ડંકી જેવી ફિલ્મો થકી દર્શકોને ભરપૂર મનોરંજન આપ્યુ હોય. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હોય પણ પોતાની હિટ ફિલ્મોના આ પ્રકારના મૂલ્યાંકનને ધ્યાનમાં રાખી રાજકુમાર હિરાણી જણાવે છે કે જો તેમણે તેમની ફિલ્મોને ક્રમાંક આપવો હોય તો આ યાદીમાં ડંકીનો સમાવેશ કરવા માટે થોડા વર્ષો રાહ જોવી પડશે. કેમ કે, હાલ તેઓ સંપૂર્ણપણે આ ફિલ્મ સાથે જોડાયેલો છે. રેન્ક આપવા માટે રાજકુમાર હિરાણી 3 ઈડિયટ્સને મોખરે રાખે છે. કેમ કે, આ ફિલ્મમાં ઘણી બધી બાબતો યોગ્ય રીતે રજૂ થઇ છે અને કામગીરી થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુઝફ્ફરનગરની એક ખાનગી શાળાના વાર્ષિક કાર્યક્રમમાં બબાલ
November 22, 2024 12:12 PMપુષ્પા 2' મુદે હરિયાણામાં હંગામો, પ્રતિબંધની ધમકી
November 22, 2024 12:08 PMસૌરમંડળની બહાર ૩૦ લાખ વર્ષ જૂનો સૌથી નાનો ગ્રહ મળ્યો
November 22, 2024 11:53 AMરાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલ, આવતીકાલે સત્તાવાર નિમણૂક
November 22, 2024 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech