શા માટે અરવિંદ કેજરીવાલે કહ્યું, 'જે રસ્તો મેં પસંદ કર્યો છે, તેના માટે જેલ જવું પડશે'?

  • January 01, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે નવા વર્ષની શરૂઆત પહેલા જ કહ્યું હતું કે, તેમની પાર્ટીએ તેની 'કાર્યકેન્દ્રિત રાજનીતિ'  માટે લોકપ્રિયતા મેળવી છે. જનતાની ભલાઇ માટે અમે જે રસ્તો પસંદ કર્યો છે તેના પર આગળ વધવા માટે પાર્ટીના કાર્યકરોએ જેલ જવા માટે તૈયાર રહેવું જોઈએ.


સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી અને 12મી રાષ્ટ્રીય પરિષદ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં આમ આદમી પાર્ટી 1,350 રાજકીય પક્ષોમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે જો આપણે સફળ થયા ન હોત અને કંઈક સારું કર્યું ન હોત તો પાર્ટીનો કોઈ નેતા જેલમાં ગયો ન હોત અને આજે દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે ખુશ હોત.


એનસીની બેઠકમાં દિલ્હીના સીએમનું નિવેદન

સીએમ અરવિંદ કેજરીવાલનું નિવેદન ખૂબ મહત્વનું બની રહે છે. કારણ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તેમને દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 3 જાન્યુઆરીએ હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. પાર્ટીની નેશનલ કાઉન્સિલની બેઠક દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે, જો તમે બાળકોને સારું શિક્ષણ આપશો તો તમારે જેલમાં જવું પડશે. ગરીબોને મફત સારવાર આપશો તો જેલમાં જવું પડશે. અમે જનતાના ભલા માટે જે રસ્તો પસંદ કર્યો છે તેના માટે અમારે જેલમાં જવું પડશે.


આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એ વાત ભારપૂર્વક જણાવી હતી કે, આમ આદમી પાર્ટીએ દેશને ચૂંટણીની રાજનીતિમાં એક સક્ષમ વિકલ્પ આપ્યો છે. પાર્ટીએ તેમના કાર્યલક્ષી રાજકારણ માટે લોકપ્રિયતા હાંસલ કરી છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યપ્રધાન ભગવંતમાન સરકારની સારી કામગીરી અને પંજાબમાં વિકાસ પર ભાર મૂકવા બદલ પ્રશંસા કરી હતી.


Delhi,ChiefMinister,AamAadmiParty,ArvindKejriwal,nationalconference,Politics,political news



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application