@aajkalteam
લોકસભા ચૂંટણી 2024 માટે રાજકીય દાવપેચ જોર પકડી રહ્યું છે. આ ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તેમની રણનીતિ ઘડી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો આ તરફ કોંગ્રેસ સાંસદ શશી થરૂરનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી તેમની છેલ્લી ચૂંટણી હશે. ત્યારે શશી થરૂરએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી.
વાયરલ થતા વિડિયો અંગે શશી થરૂરને પૂછવામાં આવ્યું કે, શું આ તમારી છેલ્લી ચૂંટણી છે? તેના જવાબમાં થરૂરે કહ્યું હતું કે, 'હું માનું છું કે એવો સમય આવે છે જ્યારે તમારે યુવાનો માટે જગ્યા બનાવવી પડે છે. આ મારી વિચારસરણી છે, પરંતુ રાજકારણમાં એક બીજું સૂત્ર છે કે, ક્યારેય નહીં કહો. જો હું ચૂંટણી લડીશ તો મારી છેલ્લી ચૂંટણીની જેમ પૂરી તાકાતથી ચૂંટણી લડીશ. જો હું જીતીશ તો તિરુવનંતપુરમના લોકો માટે મારી 20 વર્ષની સેવા હશે અને હું ખુશીથી પદ છોડી શકીશ.'
આ સાથે જ શશી થરૂરને પૂછવામાં આવ્યું કે ભાજપ નેતૃત્વ તિરુવનંતપુરમમાં આપના વિરુદ્ધ રાષ્ટ્રીય નેતાને મેદાનમાં ઉતારવા માંગે છે? આ સવાલના જવાબમાં થરૂરે કહ્યું કે, 'જનતાને નિર્ણય લેવા દો, તેમને વિકલ્પ આપવો જોઇએ અને વિશ્વમાં લોકો સારી પસંદગીના હકદાર છે. હું ઘણી સારી વાતો કહી શકું છું. જો મને રાજ્યની રાજધાનીમાં ફરી ચૂંટણી લડવાની તક મળે તો હું હંમેશા તૈયાર છું.
લોકસભા 2024ની ચૂંટણી માટે શશી થરૂરે જણાવ્યું હતું કે, રાજકારણમાં કંઈ પણ અંતિમ હોતું નથી. કોણ જાણે કેવી પરિસ્થિતિ સર્જાઇ. આજે ભારત અનેક ચિંતાઓનો સામનો કરે છે. 2024 એ નક્કી કરવા જઈ રહ્યું છે કે ભારતનું ભવિષ્ય કેવું હશે, અમે અમારા બાળકો માટે કેવું ભારત ઈચ્છીએ છીએ. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારતની લોકશાહી બહુલવાદના સંદર્ભમાં સુરક્ષિત છે. અંતે કેરળના રાજકારણમાં આવવાના વિચાર પર શશી થરૂરે કહ્યું કે, હાલ તો તેમનું સમગ્ર ધ્યાન લોકસભા ચૂંટણી પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech