આજ કી રાત હૈ જિંદગી, કલ હમ કહાં તુમ કહાં’ ગીત પર ડાન્સ કરતા કરતા જ અધિકારીને આવ્યો હાર્ટ એટેક, કરુણ મૃત્યુનો લાઈવ વિડિયો થયો વાઇરલ

  • March 21, 2023 04:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોસ્ટ વિભાગ દ્વારા 20 માર્ચે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 34મી ઓલ ઈન્ડિયા પોસ્ટલ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેની ફાઈનલ પહેલા, વિભાગીય કચેરીના કર્મચારીઓ દ્વારા 16મી માર્ચના રોજ ફેરવેલ કાર્યક્રમ તરીકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈએ વિચાર્યું ન હતું કે અચાનક બનેલી ઘટનાથી ત્યાંનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ જશે અને ખુશીનું આ વાતાવરણ શોકમાં ફેરવાઈ જશે.

આ કાર્યક્રમમાં વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મધ્યપ્રદેશ પોસ્ટલ સર્કલ ઓફિસના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ટેકનિકલ સુરેન્દ્ર કુમાર દીક્ષિત તેના મિત્રો સાથે ડાન્સ કરી રહ્યા હતા. સુરેન્દ્ર કુમાર દીક્ષિત અને તેના સાથીઓ લાંબા સમય સુધી નાચતા હતા. આ દરમિયાન જ્યારે તે ‘બસ આજ કી રાત હૈ જિંદગી કલ હમ કહાં તુમ કહાં’ ગીત પર ડાન્સ કરી રહ્યો હતો ત્યારે તે હસતા હસતા અચાનક જમીન પર પડી ગયા હતા. પહેલા તો કોઈ કંઈ સમજી શક્યું નહીં, પરંતુ જ્યારે સાથીઓ સમજી ગયા અને તેને સંભાળવાની કોશિશ કરી, ત્યાં સુધીમાં તે હાર્ટ એટેકના કારણે આ દુનિયા છોડી ચૂક્યો હતો.

આ પછી અચાનક જ ઉજવણીનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું. મળતી માહિતી મુજબ, સુરેન્દ્ર કુમાર દીક્ષિત માત્ર 55 વર્ષના હતા, જેઓ ગ્રામીણ ડાક સેવકમાંથી પોતાની કારકિર્દીની સફર દરમિયાન આસિસ્ટન્ટ ડિરેક્ટર સુધી પહોંચ્યા હતા. સુરેન્દ્ર દીક્ષિતના ડાન્સનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application