Video : મંદિરમાં આતંકવાદીઓ ઘુસતા બાળક રડ્યું તો પિતાએ આતંકીને મારી થપ્પડ બાદમાં પોલીસે કર્યો આ ખુલાસો

  • August 09, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં 6 ઓગસ્ટના રોજ આતંકવાદીઓ સ્વામી નારાયણ મંદિરમાં મોઢા પર કપડા અને હાથમાં રાઈફલ લઈને ઘૂસ્યા હતા. આતંકવાદીઓને બંદૂક સાથે અને એક નાગરિકને બંધક બનાવતા જોઈને મંદિરમાં ચીસો ફાટી નીકળી હતી.


મંદિરમાં પૂજા કરવા ગયા હતા અને અચાનક તમારી સામે એક આતંકવાદી આવે છે કલ્પના કરો કે તમારી સાથે શું થશે. આવું જ કંઇક તાજેતરમાં મહારાષ્ટ્રના ધુલેના એક મંદિરમાં જોવા મળ્યું. જ્યારે આતંકવાદીઓ હાથમાં રાઈફલ લઈને ઘૂસ્યા ત્યારે હોબાળો મચી ગયો હતો. જેના કારણે અહીં હાજર લોકો ડરી ગયા હતા અને બાળકો ડરથી ચીસો પાડવા લાગ્યા હતા. એટલું જ નહીં બાળકોને રડતા જોઈને ગુસ્સે થયેલા પિતાએ આતંકવાદીને થપ્પડ મારી દીધી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે બાદમાં પોલીસે મોકડ્રીલ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.


6 ઓગસ્ટના રોજ સ્વામી નારાયણ મંદિરમાં જ્યારે પોલીસકર્મીઓ આતંકવાદી હુમલાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે મોક ડ્રીલ કરી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં બાળકો સાથેના પરિવારો હાજર હતા. ડમી આતંકવાદીઓ મોં પર કપડું અને હાથમાં રાઈફલ લઈને પ્રવેશ્યા હતા. બંદૂક સાથે ડમી આતંકવાદીને અને એક નાગરિકને બંધક બનાવતા જોઈને મંદિરમાં હોબાળો મચી ગયો હતો.


બાળકો ભયથી રડવા લાગ્યા. આ બધાની વચ્ચે એક બાળકના ગુસ્સામાં આવેલા પિતાએ હાથમાં બંદૂક લઈને ડમી આતંકવાદીને થપ્પડ મારી દીધી. આ પછી હંગામો શરૂ થયો. હંગામો જોઈને સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ દરમિયાનગીરી કરી હતી. ગુસ્સે થયેલા વ્યક્તિને પોલીસ સમજીને લઈ જવામાં આવ્યો હતો. જ્યારે માણસને કહેવામાં આવ્યું કે તે એક મોકડ્રીલ છે. કોઈપણ આતંકવાદી ઘટના સમયે નાગરિકોને બચાવવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. આ પછી તેનો ગુસ્સો શમી ગયો.ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે પોલીસની આ મોકડ્રીલથી દરેક લોકો ખૂબ જ ડરી ગયા હતા.


પોલીસ દ્વારા મંદિરમાં અચાનક મોકડ્રીલ અને પછી થપ્પડ મારવાની ઘટનાને પગલે થોડીવાર માટે મંદિરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આતંકવાદી ખતરાનો સામનો કરવા માટે ધુલે પોલીસે સ્થાનિક પ્રશાસન સાથે મળીને શહેરના સ્વામી નારાયણ મંદિરની કેન્ટીનમાં મોકડ્રીલ કરી હતી. સામાન્ય રીતે પોલીસ આ રીતે પોતાની સજ્જતાની કસોટી કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application