ગુજરાત ટાઇટન્સની જીત પર સવાલ ઉઠતાં શુભમન ગિલે આપ્યો બરાબરનો જવાબ

  • April 11, 2024 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


IPL 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધી અપરાજિત રાજસ્થાન રોયલ્સને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. આ જીતનો હીરો રાશિદ ખાન રહ્યો હતો. તેણે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. ગુજરાતને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી. રાશિદ ખાને અવેશની આ ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકારીને ગુજરાત માટે મેચ જીતી લીધી હતી. આ પછી મેચ પ્રેઝન્ટેશન સેરેમનીમાં શુભમન ગિલે હર્ષા ભોગલેના એક સવાલનો આવો જવાબ આપ્યો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ સમાપ્ત થયા બાદ હર્ષ ભોગલેએ પ્રેઝન્ટેશન સેરેમનીમાં શુભમન ગીલને ત્રીજી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે કદાચ ટીમને આ મેચ જીતવામાં મોડું થયું હતું. ત્યારે હર્ષે કહ્યું, “ખૂબ સરસ, આજે તને 2 માર્કસ મળ્યા છે. મારે કબૂલ કરવું પડશે કે અમારામાંથી કેટલાકને લાગતું હતું કે તમે મોડું કર્યું, પણ આજનો દિવસ સારો હતો.

જોકે, હર્ષના નિવેદનનો ગિલે શાનદાર જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે જીત પર અભિનંદન આપવા બદલ આભાર. પરંતુ, જ્યારે ગુજરાત ટાઇટન્સ રમતું હોય ત્યારે આવું ન વિચારશો." આટલું કહીને ગિલ હસતાં હસતાં ચાલ્યો જાય છે અને હર્ષ પણ તેની વાત સાંભળીને હસવા લાગે છે.


ગુજરાત ટાઇટન્સના કેપ્ટન ગિલે કહ્યું કે અમે પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે છેલ્લી 3 ઓવરમાં પણ અમે 45 રનનો સ્કોર હાંસલ કરી શકીશું. રાહુલ તેવટિયા અને રાશિદ ખાને આ માનસિકતા સાથે બેટિંગ કરી અને ટીમને શાનદાર જીત અપાવી. રાશિદે 11 બોલમાં 4 ફોરની મદદથી 24 રન બનાવ્યા હતા. આ સાથે જ છેલ્લી ઓવરમાં રનઆઉટ થયેલા રાહુલ તેવટિયાએ પણ 200ના સ્ટ્રાઈક રેટથી 11 બોલમાં 22 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application