સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો પૃથ્વી પર માત્ર ૫ સેકન્ડ માટે ઓક્સિજન ખતમ થઈ જશે તો શું થશે? શું બધા લોકો મરી જશે ? વિજ્ઞાન અનુસાર, મોટા ભાગના માનવીઓ ૫ સેકન્ડ માટે તેમના શ્વાસ સરળતાથી રોકી શકે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે માણસો મરશે નહીં. પણ બીજી ઘણી મોટી ઘટનાઓ ચોક્કસ બનશે.
વિડિયો વ્યક્તિએ કહ્યું કે જો ઓક્સિજન ૨ સેકન્ડ માટે પણ ખતમ થઈ જાય તો અરાજકતા સર્જાશે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરતું ઓઝોન સ્તર અદૃશ્ય થઈ જશે. કારણ કે આ સ્તરમાં મોટાભાગે ઓક્સિજનના પરમાણુઓ હાજર હોય છે. પછી પૃથ્વી પર એટલી ગરમી પડશે કે લોકોની ત્વચા બળવા લાગશે.
મુલિગને કહ્યું કે ઓક્સિજન સમાપ્ત થતાં જ વિશ્વ સંપૂર્ણ અંધકારમાં ફેરવાઈ જશે. ચારે બાજુ અંધકાર છવાઈ જશે. શરૂઆતમાં તમારું શરીર કદાચ નોટિસ નહીં કરે, પરંતુ જ્યારે તમે જોશો, ત્યારે તમને ખબર પડશે કે આકાશ સંપૂર્ણપણે કાળું છે, કારણ કે સૂર્યમાંથી પ્રકાશના કિરણોને વિખેરવા માટે વાતાવરણમાં ઓક્સિજન નહીં હોય. ટૂંક સમયમાં જ સમગ્ર વસ્તી તેમની પાંચ ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિય ગુમાવશે. ઓક્સિજન આપણા કાન અને બહારની હવા વચ્ચે સમાન દબાણ જાળવી રાખવામાં મદદ કરે છે. જો તે ન હોય તો શૂન્યાવકાશ સર્જાશે, જેના કારણે કાનનો પડદો ફાટી જશે.
કેનેડાના વાનકુવરના રહેવાસી મુલીગન અવારનવાર અવકાશ, ટેક્નોલોજી અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન-કાર્લ સાગન જેવા પ્રખ્યાત વૈજ્ઞાનિક વ્યક્તિત્વ વિશેના વિડીયો શેર કરે છે, જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ઓક્સિજન ખતમ થતાની સાથે જ બસ, ટ્રક અને કાર સહિત પરિવહનના તે તમામ માધ્યમો બંધ થઈ જશે જે પેટ્રોલિયમ ઉત્પાદનો પર ચાલે છે. આકાશમાંથી વિમાનો પડી જશે અને લાખો કાર કામ કરવાનું બંધ કરી દેશે. સમગ્ર ગ્રહ ઝડપથી સંકોચવા લાગશે, પૃથ્વી પોતે જ ફાટવા લાગશે. પૃથ્વીનો પોપડો ૪૫ ટકા ઓક્સિજનથી બનેલો હોવાથી તે પણ સંપૂર્ણપણે તૂટી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં મંગળવારે જલેબી ઉત્સવની થશે ઉજવણી
December 23, 2024 11:58 AMજામનગરમાં યુનિયન સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ
December 23, 2024 11:54 AM૨૦૨૫માં આઈપીઓ દ્રારા ૭૫ કંપનીઓ ૨.૫૦ લાખ કરોડ રૂપિયા એકત્ર કરશે
December 23, 2024 11:52 AMખંભાળિયા નજીકના ટોલ પ્લાઝામાં નુકસાની કરવા સબબ ટ્રક ચાલક સામે ગુનો
December 23, 2024 11:51 AMસંભલમાં મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળ્યા, હવે લઈને જ રહીશું: રામભદ્રાચાર્ય
December 23, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech