'ફાઇટર' ફિલ્મના રનટાઇમ અંગે નિર્દેશક સિદ્ધાર્થ આનંદે શું કરી પોસ્ટ?

  • January 01, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણને ચમકાવતી ફિલ્મ 'ફાઇટર' વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મના ટીઝર, પોસ્ટર અને ગીતો પહેલેથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે અને ફિલ્મ ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. એટલું જ નહીં દીપિકા અને હૃતિકની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા માટે પણ દર્શકો એટલા જ આતુર છે. આ બધાની વચ્ચે ઘણા એવા અહેવાલો સામે આવ્યા છે કે જેમાં ફાઈટરનો રનટાઈમ 3 કલાક 10 મિનિટનો હોવાનું કહેવાય છે. ત્યારે હવે આ જ મુદ્દે નિર્દેશક સિધ્ધાર્થ આનંદે તેમની પ્રતિક્રિયા પાઠવી છે. જેથી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે.


સિદ્ધાર્થ આનંદે જાહેર કર્યો ફાઇટરનો રનટાઇમ

દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે 'ફાઇટર'ના લાંબા રનટાઇમ વિશે વહેતી અફવાઓ પર તેમની પ્રતિક્રિયા આપી છે. દિગ્દર્શકે દીપિકા પાદુકોણ અને હૃતિક રોશનની આગામી ફિલ્મના રનટાઇમ વિશેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી. સિધ્ધાર્થ આનંદે આ માટે ખાસ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "ફાઇટર રન ટાઈમ અફવાઓ. વાસ્તવિક રનટાઈમ 2 કલાક 40 મિનિટથી ઓછો છે." નિર્દેશક સિધ્ધાર્થ આનંદે ફાઇટરના રનટાઇમ વિશે પોસ્ટ કરી અફવાઓનો જવાબ આપી દીધો છે. ફાઇટરનો રનટાઇમ બે કલાક 40 મિનિટથી ઓછો છે એ વાત પણ તેમણે પોસ્ટમાં શેર કરી છે. આથી, હવે ફાઇટરના રન ટાઇમ વિશેની તમામ અફવાઓ કોરાણે મૂકાય છે. પરંતુ નિર્દેશક સિધ્ધાર્થ આનંદની પોસ્ટને ધ્યાને લઇએ તો તેમાં તેમણે ફાઇટરના વાસ્તવિક રનટાઇમ અંગે કોઇ જ સ્પષ્ટતા કરી નથી.


'ફાઇટર' ક્યારે રિલીઝ થશે?

'ફાઇટર'ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો દીપિકા અને હૃતિક ઉપરાંત દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવરે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. 'ફાઇટર'માં દીપિકા પાદુકોણે સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ ઉર્ફે મીનીની ભૂમિકા ભજવી છે અને હૃતિક રોશન સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયાની ભૂમિકા ભજવે છે.  જેને પૅટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિલ્મમાં અનિલ કપૂરે ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકીની ભૂમિકા ભજવી છે.  જ્યારે કરણે સ્ક્વોડ્રન લીડર સરતાજ ગિલ ઉર્ફે તાજની ભૂમિકા ભજવી છે. 'ફાઇટર'માં અક્ષય ઓબેરોય, સંજીદા શેખ અને તલત અઝીઝ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application