સાપ્તાહિક રાશભવિષ્ય: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ રહેશે ફળદાયક

  • August 13, 2023 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ સમય દરમિયાન સુર્યનું ભ્રમણ કર્ક રાશિમાં રહેશે. તા.૧૭-૮ના રોજ બપોરે ૧-૩૩થી સુર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્ર મિથુન, કર્ક, સિંહ, કન્યામાં ભ્રમણ કરશે. મંગળ સિંહ રાશિમાં ભ્રમણ કરશે બુધ સિંહમાં, ગુરૂ મેષમાં રાહ મેષમાં, કેતુ તુલામાં, હર્ષલ મેષમાં, નેપચ્યુન મીનમાં, પ્લુટો મકરમાં ભ્રમણ કરશે. 

આ સપ્તાહ તમામ રાશિના જાતકો માટે ફળદાયી રહેશે. જાણો તમારૂ અઠવાડિયું કેવું રહેશે...

મેષ :

આ રાશિના જાતકોને નોકરીમાં કાર્યભારની સાથે પ્રમોશનના ચાન્સ. વ્યવસાયમાં સ્થિીરતા રાખવી. ભાઈ-બહેનોની સાથે સુમેળ રાખવો. નકારાત્મક “વિચારો ટાળો. સ્વાસ્થ્ય બાબત જાળવવું. વિજાતીય સંબંધોમાં તકેદારી કેળવવી. યાત્રા પ્રવાસ થાય. મનગમતા કાર્યની ઓફર આવે. ધાર્મિક સંસ્થામાં સારો હોદો મળે. નવા રોકાણ બાબત સમજદારી કેળવવી. જીવનસાથીનો સહકાર સારો રહે. વિદેશ જવાની તક મળે. નવી નોકરીની ઓફર પણ આવે. નિર્ણયો બાબત ઉતાવળ ન કરવી. વડીલ વર્ગનો સહકાર રહે. અંગત સ્વાસ્થ્ય બાબત બેદરકારી ટાળવી. સહર્ષી નિર્ણયો ન લેવા. સંગીત કલાક્ષેત્રે રૂચી વધશે.

વૃષભ :

આત્મવિશ્વાસ વધવાનો. નોકરીમાં નવી તક મળે. બીઝનેસમાં અવરોધો દૂર થાય. સ્વાસ્થ્ય બાબતનું ટેન્શન હળવું થાય. વીલ વારસાથી લાભ. કાર્યક્ષેત્રમાં વધારો થવાનો. ભાઇ-બહેનોથી સહકાર રહે. રાજકીય લાભ રહે. અંધશ્રધ્ધાથી દૂર રહેવું. મિલકતથી લાભ. જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે. અગાઉ શેર સટ્ટામાં કરેલું રોકાણ લાભદાયક રહે. વિજાતીય મિત્રતા બાબતના પ્રશ્નોમાં સફળતા રહે. આર્ટ સંગીત કલાક્ષેત્રે રૂચી વધવાની મહત્વકાંક્ષાઓ જોઇ શકાય. તમારા રહેલી ટેલેન્ટનો લાભ સંસ્થાને મળવાનો. લકઝરી ચીજ વસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહે. ભાઈ-બહેનો સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખજો. રાજકીય વ્યક્તિ સાથે ધંધાકિય ચર્ચા સફળ થાય.


મિથુન :

માનસિક તનાવ હળવો થવાનો. નોકરી બીઝનેસમાં અનુકૂળતા રહે. નવી ઓફર આવે. ભાગીદારી ધંધાનો યોગ થાય. શેર સટ્ટામાં જાળવવું. વીલ વારસાના પ્રશ્નોમાં લાભ. વિજાતીય મિત્રતા બાબત જાળવવું. આધ્યાત્મિક જીવન જીવવાની ઈચ્છા થાય.  કાર્યશૈલીમાં કેટલાક મહત્વના પરિવર્તનો કરવાની ઈચ્છા ફળવાની. જાહેર ધાર્મિક સંસ્થામાં સારો હોદ્દો મળે. નવી યોજનાઓ બાબત સાર્થીદારો સાથે ચર્ચા વિચારણા થાય. આર્થિક લાભ. જુના કર્જના પ્રશ્નો ઉપર ધ્યાન દેજો. આ સમય તમારા માટે ઉપયોગી સાબિત થવાનો છે. સમયનો વ્યય ન કરતા રોજીંદા કાર્યને વળગી રહેજો. ઇમ્પોર્ટ-એકસપોર્ટના ધંધામાં પણ સફળતા મેળવશો. મિલકતના પ્રશ્નો બાબત ઉતાવળ ન કરવી.

કર્ક :

વ્યવસાયક્ષેત્રે કોઇ નવું રોકાણ ન કરવું. નોકરીમાં ટેન્શન રહે. ચીવટપૂર્વક કાર્ય કરવું. લાલચથી દૂર રહેવું. કાનૂની પ્રશ્નો ટાળવા, શેર સટ્ટામાં અનુભવોનો લાભ મળે. લખાણ કે દસ્તાવેજોના કાર્યમાં જાળવવું. ભાઇ-બહેનોને સહકાર દેવો. રોજીંદા કાર્યને વળગી રહેવાની સલાહ છે. અહીં તમારા જીવનમાં કેટલાક મહત્વના ફેરફારો થતા જોઈ શકશો, ખર્ચ ઉપર કાબૂ રાખજો. પરિવારના ભાઇ- બહેનોના પ્રશ્નોથી તનાવ રહે. વધુ પડતી દોડધામ હીતાવહ નથી. લોખંડ મશીનરી, કેમીકલ્સ જેવી લાઇનમાં વિશેષ સળતા મળવાની. અપરણીતોને સગાઇ-લગ્નના કાર્યમાં સફળતાવાળો સમય રહેવાનો.

સિંહ :

સામાજિક ક્ષેત્રે સફળતાવાળો સમય. નોકરીમાં કાર્યભાર ટાળજો. તમારા દરેક નિર્ણયો સંતોષજનક હશે. સ્વાસ્થ્ય બાબત જાળવવું. -આવકનું પ્રમાણ જળવાઇ રહે. સીઝનલ ધંધામાં લાભ રહે. પ્રવાસ થાય. ઉધારી ધંધાથી દૂર રહેજો. યુવા વર્ગ નવી ઓળખાણ કેળવવામાં સાવધાની રાખવી જરૂરી રહે. ઉઘરાણી માટેના પ્રયત્નો ફળવાના. જાહેર ક્ષેત્રે સારી સફળતા માટેના પ્રયત્નો ફળવાના. મનગમતી વ્યક્તિ સાથે મિલન મુલાકાત સફળ થાય. સ્ટેશનરી, લેડીઝ આઇટમ જેવી લાઇનમાં વિશેષ સફળતા રહે. આત્મવિશ્વાસ વધે.

કન્યા 

નોકરી વ્યવસાયમાં અનુકૂળતા રહે. આત્મવિશ્વાસ વધે. અચાનક આર્થિક લાભની આશા ફળવાની ભાઈ-બહેનોનો સહકાર રહે. પ્રવાસનું આયોજન થાય. રાજકીય રીતે લાભ જીવનસાથીનો

સહ કાર સારો રહે. વિદેશથી સારો લાભ રહે. કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડે. સંતાનોની સગાઈના કાર્યોમાં અનુકૂળતા છે. પરિવારમાં માંગલીક પ્રસંગોનું આયોજન થાય. તમારી કાર્યશૈલીથી તમારી પતિ થવાની. તમો ખૂબ જ બુધ્ધીશાળી છો, અહીં લાગણીઓને તમારે કાબૂમાં ” રાખવાની છે. મિત્ર વર્તુળમાં વધારો થવાનો, જીવન સાધીની તબીયત બાબત સાધારણ ટેન્શન રહે. ધાર્મિક સંસ્થામાં સારો હોદ્દો મેળવવાના પ્રયત્નો ફળવાના પ્રવાસ થાય.

તુલા

આત્મવિશ્વાસવાળો સમય રહે. નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ. વ્યવસાયમાં સ્થીરતા રાખવી. ભાગીદારો સાથે ગેરસમ ટાળવી. શેર સટ્ટાથી જાળવવું. સ્વાસ્થ્ય બાબત સુધારો રહે. કોર્ટ ફેસના પ્રશ્નોમાં સફળતા. વિજાતીય સંબંધો ગાઢ બને. પ્રવાસ થાય.

પરિવારના વડીલ વર્ગ સાથે ગેરસમજો ટાળવી. મોસાળથી લાભ રહે. મોજશોખને જીવનનું માધ્યમ ન બનાવતા. કાર્યશૈલીમાં કેટલાક મહત્વના ફેરફારો કરવાથી લાભ રહે. આવકનું પ્રમાણ વધારવાની ઈચ્છા ફળે. મિત્રો બનાવવામાં સાવધાની રાખવી. વાદ વિવાદમાં સમયના વ્યપ ન કરતા વિદેશ વસવાટ કરવાની ઇચ્છા ફળે. પરિવારના વડીલોનું માર્ગદર્શન ઉપયોગી રહે.

વૃશ્ચિક

મહત્વના કાર્યોમાં થોડી ધીરજ કેળવજો. નોકરી વ્યવસાયમાં કાર્યભાર રહે. નવી જવાબદારીઓ લેવી પડે. કારણ વગરના વિચારો ટાળવા. બ્લડ પ્રેશની તકલીફ બાબત જાળવવું. વિડલોનો સહકાર રહે. મિત્રતા કેળવવામાં સાવધાની રાખવી. ક ન કરવું. દરેક ક્ષેત્રે લાલચથી દૂર રહેજો. મિલકતના પ્રશ્નોમાં કોઇ ઉતાવળા નિર્ણયો ન લેવા. શેર સટ્ટામાં નફો કરવો. ભાઇ-બહેનો સાથે સુમેળ રાખવો. વિદેશની કંપનીમાં નોકરી મેળવવાના પ્રયત્નો ફળવાના. લગ્નજીવનમાં કોઈ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખજો. રાજકીય વ્યક્તિનો સહકાર સારો રહે. ઇન્ટર કાસ્ટ લગ્નના નિર્ણયો બાબત ઉતાવળા નિર્ણયો ન લેવા

ધન

વ્યવસાય ક્ષેત્રે નવી તકો ઉભી થાય. કાર્યક્ષેત્રમાં વધારો થવાનો છે. નોકરીમાં પ્રમોશનની શક્યતા રહે. સામાજિક પ્રતિષ્ઠા વધવાની જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે. પરિવારના સભ્યો સાથે ગેરસમજો ટાળવી. મિલક્તથી લાભ રહેવાનો સીઝનલ ધંધામાં લાભ રહે. વિજાતીય મિત્રતા કેળવવામાં સમજદારી કેળવવી. આ સમય સંતોષકારક રહે. બ્લડપ્રેશરની તકલીફ હોય તેઓએ જાળવવું. ગુસ્સાને ટાળવો. આ સમય દરમિયાન તમારી બુધ્ધિ પ્રતિભા સતેજ થવાની. પરિવારના પ્રશ્નોનું નિરાકરણ શક્ય બને. અહીં તમારે વહેવારીક અભિગમ અપનાવવાની સલાહ છે. સંતાનોની પ્રગતિ રહે. સંતાનોની સગાઇ- લગ્નના કાર્યોમાં સફળતાવાળો સમય રહે.


મકર

નવા આયોજન બાબત સફળતા રહે. નોકરીમાં લાભ. વ્યવસાયમાં ભાગીદારોનો સહકાર રહે. બીજાના કાર્યમાં દખલગીરી ન કરવી. મહત્વકાંક્ષાઓને કાબૂમાં રાખવી સ્વાસ્થ્ય બાબત સુધારો રહે. પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો. આર્થિક લાભ રહે. વિજાતીય મિત્રતા ગાઢ બને. લગ્નજીવનમા ગેરસમજ ટાળવી. મિલક્તના પ્રશ્નોમાં અનુકૂળતાવાળો સમય રહે. લખાણ દસ્તાવેજોના કાર્યમાં અનુકૂળતા રહે.

રાજકીય લાભ રહેવાનો. જાહેર સંસ્થામાં હોદ્દો મળે. કર્જ કરીને કોઈ સાહસ ન કરવું. મહત્વના કાર્યોમાં અંગત ધ્યાન દેજો. નવી મિત્રતા બાબત સર્તકતા રાખજો.

પરિવારના વડીલોના સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય રહે. નબળા વિચારો ટાળવા. બીઝનેસમાં નવી યોજનામાં સફળતા. કર્જ કરવાથી દૂર રહેજો. નોકરીમાં બદલીના ચાન્સ, સ્વાસ્થ્ય બાબત જાળવવું. 

કુંભ

અનુકૂળતાવાળો સમય. વિદેશ જવાની તક મળે. કોર્ટ કેસના પ્રશ્નોથી જાળવવું. ઉધારી ધંધાને લઇને ટેન્શન રહે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબત ટેન્શન રહે. પરિવારના વડીલો સાથે વાદ વિવાદથી દૂર રહેજો. જાહેર ક્ષેત્રે કોઈ ટેન્શન ઉભું ન થાય તેનું ધ્યાન રાખવું. મિલકતના મામલામાં જાળવવું. નાણા મેળવવા વધુ મહેનત કરવી પડે. ગેરકાનૂની કામકાજથી દૂર રહેજો. આધ્યાત્મિક વિચારો અપનાવવા વાંચન પ્રત્યે ધ્યાન દેજો. ધાર્મિક કાર્ય પ્રવાસ બાબત સફળતા રહે. પરિવારના વડીલો સાથે ગેરસમજો થાય તેનું ધ્યાન રાખવું.

મીન

આત્મવિશ્વાસમાં વધારો થવાનો. જુના પ્રશ્નોનું નિરાકરણ આવે. નોકરીમાં લાભ. ભાગીદરી ધંધામાં ફેરફારોની શક્યતા. અંધશ્રધ્ધાથી જાળવવું, શેર સટ્ટામાં લાભ. વિજાતીય મિત્રતા કેળવવામાં સાવધાની રાખવી જરૂરી.

લખાણ કે દસ્તાવેજોના કાર્યમાં લાભ. સ્વાસ્થ્ય બાબત વિચારવાથી જાળવવું. ધાર્મિક કાર્યને લઇને પ્રવાસ થાય. મિત્રો સાથે વ્યવસાયનું આયોજન થાય. કર્જ ન કરવું, બીજાને સમજવાની કોશીષ કરવી મિલકતના પ્રશ્નોમાં ન અનુકૂળતા રહે. વિચારોમાં સ્થીરતા કેળવજો. માતાનો સહકાર રહે. સંતાનોની સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા મળવાની.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application