રવિવારથી લગ્ન સીઝન: ૧૩ લાખ કરોડનો બિઝનેસ

  • January 13, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માત્ર દિલ્હીમાં જ ૮ લાખથી વધુ લગ્ન થશે જેમાં ૧.૨૫ લાખ કરોડનો વેપાર થશે


મકરસંક્રાતિએ કમુર્તા પૂર્ણ થતાં લગ્નની સીઝન પુરજોશમાં શરૂ થશે ૧૫ જાન્યુઆરીથી જૂન વચ્ચે ૭૦ લાખ યુગલો લગ્ન સંબંધમાં જોડાશે લગ્નસરાની સિઝનની માગને પહોંચી વળવા વેપારીઓ ઉત્સાહિત છે. ખાન–પાન, ઘી–તેલ, સાબુ–કોસ્મેટિક, કપડા–જવેલરી, સજાવટની સામગ્રી ઈલેકટ્રોનિકસ, ક્રોકરી, કેટરિંગ સર્વિસ, હોલ, પાર્ટીપ્લોટ ડીજે સાઉન્ડ વગેરેમાં સાડાપાંચ મહિનામાં ૧૩ લાખ કરોડનો બિઝનેસ થવાની શકયતા છે.



કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયાએ જણાવ્યું કે, માત્ર દિલ્હીમાં જ ૮ લાખથી વધુ લગ્ન થશે જેમાં ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનો વેપાર થશે. સંગઠનના રાષ્ટ્ર્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર ગત વર્ષે નવેમ્બર–ડિસેમ્બરમાં ૩૨ લાખ લગ્ન થયા જેમાં ૩.૭૫ લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. કૈટની આધ્યાત્મિક કમિટીના ચેરમેન આચાર્ય દુર્ગેશ તરિએ જણાવ્યું કે જૂન સુધી ૫૩ મુહત્પર્ત છે જેમાં જાન્યુઆરીમાં ૯, ફેબ્રુઆરીમાં ૧૪, માર્ચમાં ૬, મેમા ૧૩, જૂનમાં ૧૧ લના મુહર્ત છે. સનાતન ધર્મ ઉપરાંત આર્ય સમાજ શીખ, પંજાબી સમાજ, જૈન સમાજ જેવા અનેક વર્ગ મુહર્તનો વિચાર કર્યા વગર જ લગ્ન કરતા હોય છે.


કૈટના મહારાષ્ટ્ર્ર અધ્યક્ષ મહેશ બખાઈએ જણાવ્યવું કે, લગ્ન પહેલા મકાનોનું રિનોવેશન, કલર, કુર્નિશિંગ, ડેકોરેશન વગેરેની ડિમાન્ડ રહે છે લગ્નની સિઝનમાં ઘરેણા, સાડીઓ, ચણિયાચોલી, રેડિમેડ ગારમેન્ટસ, બુટ–ચંપલ, ગ્રીટીંગ કાર્ડ, ડ્રાયફ્રત્પટ, મિઠાઈ, ફળ, ફુલ, પુજા સામગ્રી, ગીફટ સામગ્રી વગેરેની પણ માગ રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application