વેધર એપ લીક કરે છે યુઝર્સનો પર્સનલ ડેટા !

  • December 26, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોન્ટેકસ, ફોટો, લોકેશન અને સર્ચ હિસ્ટ્રી ઈન્ટરનેશનલ માર્કેટમાં અન્ય કંપનીઓને વેચવામાં આવતી હોવાનો દાવો




હાલમાં ભારતમાં મોટા ભાગના સ્થળોએ હવામાન ઠંડુ અને ગરમ એમ બન્ને છે. રાજધાની દિલ્હીમાં શિયાળાની સાથે સાથે વાયુ પ્રદૂષણ પણ છે. સ્માર્ટફોનના આ યુગમાં દરેક વ્યક્તિ હવામાનની માહિતી મેળવવા માટે વિવિધ એપ્સનો ઉપયોગ કરે છે. દરેક સ્માર્ટફોનમાં પહેલેથી જ વેધર એપ્લિકેશન હોય છે, જ્યારે ઘણા લોકો હવામાન અને પ્રદૂષણની માહિતી માટે વિવિધ એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરે છે. જો કે, એક રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વેધર એપ્સ જાસૂસી કરી રહી છે. અહેવાલ અનુસાર, ૨૦૧૮,૨૦૧૮ અને ૨૦૧૯માં પણ વેધર એપ્સમાંથી લાખો યુઝર્સના ડેટા લીક થયા હતા, જેના પછી યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       ગૂગલ પ્લે સ્ટોર પર આવી ઘણી એપ્સ ઉપલબ્ધ છે જેને તમે હવામાન અંગેની માહિતી માટે લોકો  ફોનમાં ડાઉનલોડ કરે છે અને ડાઉનલોડ કર્યા પછી જ્યારે તે ઓપન કરવામાં આવે ત્યારે ફોનની અનેક પ્રકારની પરમિશન માંગે છે, ઉપરાંત બધી પરમીશન ગ્રાન્ટ કર્યા વગર એપના બધા ફીચર્સ મળતા નથી પણ આ એપ્સ લોકોને માત્ર હવામાનની માહિતી જ નથી આપતા પરંતુ ફોનનો ટ્રેક રેકોર્ડ પણ રાખે છે અને ફોનમાંથી એવો ડેટા પણ એક્સેસ કરે છે આ એપ્સને જરૂર નથી. આ પછી, યુઝર્સના મોબાઇલમાંથી મેળવેલી માહિતી જેમ કે કોન્ટેકસ, ફોટો, લોકેશન, સર્ચ હિસ્ટ્રી વગેરે ઈન્ટરનેશનલ માર્કેટમાં અન્ય કંપનીઓને વેચવામાં આવે છે.


ફોનનો પર્સનલ ડેટા સાચવવા માટે, કોઈપણ વેધર એપ્લિકેશનને બદલે ગૂગલ પર હવામાન સર્ચ કરીને માહિતી મેળવી શકાય છે. આ સિવાય જો વેધર એપનો ઉપયોગ કરવો જરૂરી હોય તો પહેલા પર્સનલ ડેટા સુરક્ષિત કરી લેવો જોઈએ. સૌથી પહેલા ફોનની સેટિંગ્સ ઓપન કરો. હવે સર્ચ બાર પર જાઓ અને એપ લિસ્ટ સર્ચ કરો. આ પછી, ડાઉનલોડ કરેલી એપ લિસ્ટમાં વેધર એપને સર્ચ કરો. વેધર એપ પર ક્લિક કરો, ત્યારપછી એપ સંબંધિત તમામ માહિતી તમારી સામે હશે. હવે પરમિશન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જરૂરી ન હોય તેવી પરમિશન એપ પાસેથી લઇ લો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application