રાજકોટના વોર્ડ નં.18માં પાણીની વાલ્વમાં ભંગાણ : હજારો લીટર પાણીનો બેફામ વેડફાટ 

  • July 07, 2023 12:09 PM 


રાજકોટના વોર્ડ નં. 18માં કોઠારીયા સોલ્વન્ટ નારાયણનગર RMC પાણીના ટાકા માંથી પાણીની વાલ્વમાં લીકેજ ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ધણા સમયથી વાલ્વ લાઇન લીકેજ હોવા છતાં મરામત થઇ નથી. ઉનાળામાં પાણીની તંગી વચ્ચે લીકેજની સમસ્યાએ પાણીની સમસ્યા વધારી છે. રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ માં પાણીની વાલ્વમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે. 


રહીશોના મતે છેલ્લા ધણા સમયથી પાણીની લાઇનના વાલ્વમાંથી પાણી લીકેજ થઇ  રહ્યું છે. મ્યુનિ.તંત્રને જાણ કરવા છતાંય કોઇ મરામત માટે આવ્યું નથી. મ્યુનિ.તંત્ર દ્વારા જુની પાણીની લાઇનો કે  જે ખવાઇ ગઇ છે તેને બદલવાની તસ્દી લેવાતી નથી. મોટાભાગના વિસ્તારમાં ધણા સમયની પાણીની વાલ્વ લાઇનો છે. તે જુની થઇ ગઇ હોવાથી હયાત પાણીના પ્રેસરને સહન કરી શકતી ન હોવાથી ફુલ ફોર્સમાં આવતા પાણીના કારણે લાઇનો તૂટી રહી છે. પાણીની લાઇનો તૂટતા માટી અને ગટર લાઇનનું પાણી પણ તેમાં ભળતા આજુબાજુના વિસ્તારોમાં દુષિત પાણી આવવાની સમસ્યા સર્જાય છે. આ સ્થિતિ વચ્ચે લોકોને શુદ્ધ પાણી ન મળતા તેઓએ દુષિત પાણી પીવું પડે છે અને આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાય છે.
​​​​​​​

આજુબાજુ સહિતના વિસ્તારોમાં છાસવારે પાણીની લાઇનો લીકેજ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. મ્યુનિ.તંત્રે લીકેજની સમસ્યા ઘટાડવા તરફ ધ્યાન આપવું જોઇએ તેવી લોકોની માંગ ઉઠી છે. તેમજ આ વાલ્વ લીકેજને તાત્કાલીક ધોરણે રીપેરીગ કરીને વેડફાતુ આ પાણી રોકે તેવી લોક માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application