જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી

  • October 08, 2024 04:38 PM 

જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી

જામનગર તા.૮ ઓકટોબર, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને કચેરી હેઠળની તમામ પેટા કચેરીઓ દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી હતી. ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખવા “નાગરિક પ્રથમ” અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અન્વયે મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી તથા પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, પ્રીવેન્ટીવ રેસ્ક્યુ અને સખી વન સ્ટોપ સેન્ટર જામનગરના સ્ટાફ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application