ભારત પર યુદ્ધની બહુ અસર નહીં થાય! સંઘર્ષના સમયમાં હંમેશા ચમક્યો છે સેન્સેક્સ : નિષ્ણાંતો

  • October 10, 2023 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયેલ-હમાસ યુદ્ધના પગલે મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારો, શેરબજારોમાં ઘટાડો


મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં તણાવ વધી ગયો હતો છે. તેની અસર ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં જોવા મળી હતી. ગતરોજ ઈન્ડેક્સમાં બજારો લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ ૪૮૩.૨૪ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૬૫,૫૧૨.૩૯ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ૧૫૬.૬૫ પોઇન્ટના ઘટાડા બાદ ૧૯,૪૯૬.૮૫ પર બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ૧% થી વધુનો ઘટાડો થયો છે. આ જંગી ઘટાડાને કારણે શેરબજારમાં રોકાણકારોને લગભગ ૪ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ફેલાય તેવી દહેશતને કારણે ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ૫% વધીને બેરલ દીઠ ૮૯ ડોલર સુધી પહોંચી ગયા હતા, જોકે બાદમાં ભાવ સામાન્ય થયા હતા, આશંકા છે કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો ઈરાન પણ તેમાં ઝંપલાવી શકે છે, જેનાથી ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ જશે. આ ડરને કારણે સોમવારે વિશ્વભરના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો.


ગતરોજ સેન્સેક્સ અને નિફ્ટીમાં જંગી ઘટાડો થયો, નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, નિષ્ણાંતોનું કહેવું છે કે આ યુદ્ધની ભારતીય શેરબજાર પર વધુ અસર નહીં થાય. ઇતિહાસ પર નજર કરીએ તો, અગાઉના મોટા ભાગના સંઘર્ષોમાં સેન્સેક્સ પ્રથમ સપ્તાહમાં ચોક્કસપણે ઘટ્યો હતો, પરંતુ તે પછી ભારતીય શેરબજારમાં ઉછાળો આવ્યો હતો અને મજબૂત વળતર આપ્યું છે.


આ કારણોસર થયો ઘટાડો

ત્રિમાસિક પરિણામો: કંપનીઓ આ સપ્તાહથી સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે, જેના કારણે રોકાણકારો સાવચેત છે કારણ કે નફો નરમ થવાની ધારણા છે.


વ્યાજ દરઃ અમેરિકામાં લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રહેવાના ભયને કારણે બોન્ડ યીલ્ડમાં વધારો થયો છે, જેના કારણે વિદેશી રોકાણકારો વેચાણ કરી રહ્યા છે.


વિદેશી રોકાણકારો: એફઆઈઆઈ ભારતીય બજારમાંથી નાણા ઉપાડી રહ્યા છે અને સપ્ટેમ્બરથી ચીનમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે ભારતીય બજારનું મૂલ્યાંકન વધ્યું છે અને ચીનનું બજાર આકર્ષક બન્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application