વાંકાનેર: ટ્રકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા રાજકોટનાં પિતા-પુત્ર ઝડપાયા: ૧૨ લાખનો મુદ્દામાલ કબજે

  • June 05, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ત્યાંથી પસાર થતા એક ટ્રકને રોકી તલાસી લેતાં વિદેશી દારૂની હેરાફેરી માટે ટ્રકમાં ચોરખાનુ બનાવી કુલ ૧૪૮ બોટલ વિદેશી દા‚ની હેરાફેરી કરતા પિતા-પુત્રને પોલીસે રંગેહાથ ઝડપી પાડી કુલ ‚ા.૧૫.૧૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સુરેશભા, હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડાને સંયુકત રીતે ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી અશોક લેલન ટ્રક રાજકોટ તરફ આવનાર હોય જેમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દા‚ની હેરાફેરી કરવામાં આવી રહી છે.



એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતાં બાતમીવાળા ટ્રક રોકી તલાસી લેતાં ટ્રકમાં બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી ૧૪૮ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી ગીરીશ રાજાભાઈ ઓડિયા અને નિલેશ ગીરીશભાઈ ઓડિયા રહે.બન્ને અમૃતપાર્ક શેરી નં.૪, તિરૂપતી પાર્ક પાસે, ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસે આ બનાવમાં ટ્રકના ચોરખાનામાં છુપાવેલ મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતાવાળી બોટલો નંગ ૯૦, ઈમ્પિરિયલ બ્લુ વ્હીસ્કીને બે લીટરની ક્ષમતાવાળી બોટલો નંગ ૨૦, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતાવાળી બોટલો નંગ ૧૦, ડીએસપી બ્લેક ડિલકસ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતાવાળી બોટલો નંગ ૧૦, રોયલ સ્ટગ ડિલકસ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતાવાળી બોટલો નંગ ૧૦ અને બ્લેન્ડરપ્રાઈડ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતાવાળી બોટલો નંગ ૮ સહિત કુલ ૧૪૮ નંગ વિદેશી દારૂ કિ.રૂ.૨,૪૪,૫૦૦ તેમજ ટ્રકમાંથી વેસ્ટ કોટનની ગાંસડીઓ નંગ ૭૨ કિ.રૂ.૭,૫૩,૭૨૮, ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.૧૫,૧૨,૨૨૮નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પીઆઈ ડી.એમ.ઢોલ, પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ .ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનિકલ ટીમ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application