સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી -૨૦૨૬
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે.
લોકોમાં પણ સવારથી જ મતદાન કરવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જામનગર શહેરના વોર્ડ નં.૧ થી ૧૬માં કુલ ૨૦૬ ઉમેદવારો છે. અને કુલ ૪,૪૨,૮૨૯ મતદારો નોંધાયા છે. જેમના માટે ૪૧૪ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મતદાન પ્રક્રિયાને લઈને લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે અને લોકો ભયમુક્ત અને શાંતપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.