તમે લીધી મુલાકાત ખીજડિયા પક્ષી અભ્યારણની...અહીં જોવા મળશે દેશ વિદેશના પક્ષી...

  • January 18, 2023 08:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમે લીધી મુલાકાત ખીજડિયા પક્ષી અભ્યારણની...અહીં જોવા મળશે દેશ વિદેશના પક્ષી...


ગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપંખનો ઉમેરો થયો છે. જામનગર જિલ્લાના સુવિખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્યને વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિતે રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ ભારતના બે અભયારણ્ય ગુજરાતના જામનગર જીલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્ય અને ઉતરપ્રદેશ ના બખીરા અભયારણ્યને રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે. આ સાથે જ હવે દેશમાં રામસર સાઈટની સંખ્યા કુલ 49 થઇ છે.

જામનગર જિલ્લો દરિયાકાંઠે સ્થિત હોવાને કારણે દરવર્ષે હજારોની સંખ્યામાં વિદેશી પક્ષી શિયાળા દરમિયાન મહેમાન બને છે. ખાસ કરીને જામનગરમાં ખિજડીયા પક્ષી અભ્યારણ ખાતે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બનતા હોય છે. આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતા જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી રહ્યાં છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પક્ષી અભ્યારણની મુલાકાત લઇ રહ્યાં છે.

આ પ્રવાસીઓ વિવિધ વિદેશી પક્ષીઓને જોઇને ખુબ જ પ્રસન્ન પણ થઇ રહ્યાં છે. ખિજડીયા પક્ષી અભ્યારણમાં વિદેશી પક્ષીઓ જોવા હોય તો ખાસ શિયાળામાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ અભ્યારણની મુલાકાત લેવી જોઇએ.

વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ 1960ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઇ હતી અને વર્ષ 1971માં ઈરાનના રામસર શહેર ખાતે નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. જેને રામસર સંધી તરીકે ઓળખવામાં આવી છે. પક્ષીઓના રક્ષણ માટે આ ચર્ચાઓના આધારે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.1971માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. યુનેસ્કો સાથે સંલગ્ન રહીને આ રામસર કન્ઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application