BREAKING NEWS

ખંભાળિયા: પ્રગતિ પથ યાત્રા અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લઈ પ્રશિક્ષણ સુવિધાઓનું નિરીક્ષણ કરતા પ્રભારીમંત્રી કુંવરજીભાઇ બાવળિયા

  • June 19, 2026 10:29 AM 

ખંભાળિયા: પ્રગતિ પથ યાત્રા અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લઈ પ્રશિક્ષણ સુવિધાઓનું નિરીક્ષણ કરતા પ્રભારીમંત્રી કુંવરજીભાઇ બાવળિયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાજ્યમાં અનેકવિધ વિકાસકાર્યોની હારમાળા રચાઈ છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત @૨૦૪૭ સંકલ્પ અંતર્ગત જિલ્લાના વિકાસ પ્રકલ્પોથી અવગત કરાવતી "પ્રગતિ પથ યાત્રા" રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાઈ રહી છે, જેના ઉપલક્ષમાં  શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ખંભાળિયા ખાતે ઔદ્યોગીક તાલીમ સંસ્થાની મુલાકાત લીધી હતી. 

​​​​​​​મુલાકાત દરમ્યાન તેમણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા નિર્મિત વિવિધ પ્રોજેક્ટ્સ જોઈને તાલીમાર્થીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો.  વધુમાં તેમણે આઈ.ટી.આઈ. ખાતે અલગ અલગ ટ્રેડ અંતર્ગત ઉપલબ્ધ વર્કશોપ અને લેબોરેટરીની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ઇન્સ્ટ્રકટર્સ અને અધિકારીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શિત કર્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application