વિસાવદર: લોક અદાલતમાં એક દિવસમાં ૩૧૬ કેસોનો ન્યાયિક નિકાલ

  • December 12, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદરમાં નાલ્સાની ગાઈડ લાઇન મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન એસ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને અધિક જિલ્લા ન્યાયાધીશ જે.એલ. માળી સાહેબની ઉપસ્થિતીમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં   લીટીગેશન અને પ્રિલિટીગેશન સહિતના કુલ રૂપિયા બે કરોડ નવ લાખ ઓગણીસ હજાર છસ્સો એક રૂપિયા અને એકાવન પૈસા પુરાના ૩૧૬ કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને ૩૧૬ કેસોનો ન્યાયિક નિકાલ થતાં લોક અદાલતનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત થયુ હતું. જેમાં સ્પેશિયલ સિટિંગમાં કુલ- ૯૩ કેસમાં રૂપિયા ૧૭,૦૦૦/-નો  દંડ વસુલ લેવામાં આવેલ હતો. જેમાં ચાલુ ૨૬૧ કેસોનો નિકાલ કરવામાં આવેલ તથા ૫૫પ્રિલિટીગેશન કેસો મળી કુલ ૩૧૬ કેસોનો નિકાલ કરતા વિસાવદર કોર્ટમાં લોક અદાલતનું ઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું હતું.આ લોક અદાલતમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ કમલેશ જોશી, વિજય જેઠવા,સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ,ભાસ્કરભાઈ જોશી, નયનભાઇ જોશી, અશ્વિનભાઈ દુધરેજીયા, સમીરભાઈપટેલ, આર. જે. ધાધલ, યુ.બી. દાહીમાં, એચ.કે.સાવલિયા તથા સ્ટેટ બેન્ક,યુનિયન બેન્ક,બેન્ક ઓફ બરોડા તથા પી.જી.વી.સી.એલની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં  હાજર રહેલા અને પક્ષકારોને સમજાવટ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે ફાળો આપેલ હતો. વિસાવદર કોર્ટના સુપ્રિટેન્ડન્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી,પી.પી.પાણેરી, અનુપભાઈ વાઘેલા, સુધીરભાઈ ચાવડા તથા તમામ કોર્ટ સ્ટાફે લોક અદાલતને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી. મુખ્ય ન્યાયાધીશે આ પ્રસંગે લોક અદાલતનું અને સમાધાનનું સમાજમાં મહત્વ સમજાવતું ઉદ્દબોધન કરેલ હતું. વિસાવદર કોર્ટમાં છેલ્લ ા ઘણા સમયથી લોક અદાલતને સફળ બનાવવા માટે બન્ને ન્યાયાધીશો તથા કોર્ટ સ્ટાફ અને વકીલઓ દ્વારા સતત પ્રયાસો કરી લોક અદાલતને સફળ બનાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application