ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીએ લગાવી છલાંગ. જાણો ટોપ ટેનમાં તેના ક્રમ વિશે

  • January 04, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સેન્ચુરિયન ટેસ્ટમાં તેણે અડધી સદી ફટકારી હતી. કેપટાઉનમાં પ્રથમ દાવમાં તેણે 46 રન બનાવ્યા હતા. કોહલીને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. મહિનાઓ બાદ તે ટોપ ટેનમાં પરત ફર્યો છે. આઇસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં કોહલી હાલ તો નવમાં નંબરે પહોંચી ગયો છે. પરંતુ તે વનડે રેન્કિંગમાં શુભમન ગિલ કરતા એક સ્થાન પાછળ છે. સ્પિનર ​​રવિ બિશ્નોઈને ટી20માં ફાયદો થયો છે. ઓલરાઉન્ડરોની ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા ટોપ પર યથાવત છે.


આઇસીસીની ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં કેન વિલિયમસન ટોચ પર યથાવત છે. જો રૂટ બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા નંબર પર સ્ટીવ સ્મિથ છે. ડેરિલ મિશેલને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે ચોથા નંબર પર આવી ગયો છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી નવમાં નંબર પર છે. તેને ચાર સ્થાનનો ફાયદો થયો છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં કોહલી સિવાય અન્ય કોઈ બેટ્સમેન ટોપ ટેનમાં સામેલ નથી. કોહલી 2022માં ટોપ ટેનમાંથી બહાર થઇ ગયો હતો. પરંતુ હવે તે પરત આવી ગયો છે. જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. બીજા નંબર પર રવિચંદ્રન અશ્વિન છે.


ટીમ ઈન્ડિયાના સ્પિનર ​​રવિ બિશ્નોઈને ટી20 બોલરોની રેન્કિંગમાં ફાયદો થયો છે. તે બીજા સ્થાને પહોંચી ગયો છે. બિશ્નોઈને એક સ્થાનનો ફાયદો થયો છે. આદિલ રાશિદ તેમાં ટોપ પર છે. બિશ્નોઈ સિવાય કોઈ ભારતીય બોલર ટી20 રેન્કિંગમાં ટોપ 10માં સામેલ નથી. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર છે. જ્યારે વનડેમાં મોહમ્મદ સિરાજ ત્રીજા નંબર પર છે. શુભમન ગિલ વનડે બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને છે. વિરાટ ત્રીજા અને રોહિત શર્મા ચોથા ક્રમે છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે. સૂર્યકુમાર યાદવ ટી20 રેન્કિંગમાં ટોચ પર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application