Viral video : પત્ની 'કેટ'ના ડાન્સ પર ઠુમકા લગાવતા વિક્કીને આ અભિનેત્રીએ માર્યો ધક્કો, માંડ માંડ બચ્યો વિક્કી કૌશલ

  • May 29, 2023 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં યોજાયેલા આઈફા એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટ બી-ટાઉન સુપરસ્ટાર સલમાન ખાને હોસ્ટ કરી હતી. તે જ IIFA એવોર્ડ ફંક્શનમાં, વિકી કૌશલે તેની પત્ની કેટરિના કૈફના ગીત પર ડ્રામા ક્વીન રાખી સાવંત સાથે બેંગ ડાન્સ કર્યો હતો. જોકે ડાન્સ દરમિયાન રાખીના કારણે એક્ટર માંડ માંડ બચ્યો છે. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આઈફા 2023 ફંક્શનમાં વિકી કૌશલ, સારા અલી ખાન અને રાખી સાવંત કેટરિનાના ગીત 'શીલા કી જવાની' પર ડાન્સ કરી રહ્યાં છે. આ દરમિયાન, રાખીએ અભિનેતાને ધક્કો મારી અને વિકીનું સંતુલન બગાડ્યું.


આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ ફની રિએક્શન આપી રહ્યા છે. ટ્વિટર પર એક યુઝરે લખ્યું, "શું આ આઈફા તરફથી છે?" અન્ય એક ટ્વિટ કર્યું, "ટ્રેન્ડ સેટર રાખી." જ્યારે એકે લખ્યું, "આ ખૂબ રમુજી છે."


વિક્કીએ ઈવેન્ટ માટે સફેદ શર્ટ, બ્લેક બ્લેઝર અને પેન્ટ પહેર્યું હતું. જ્યારે રાખી અને સારાએ રેડ આઉટફિટ પસંદ કર્યા હતા. IIFA એવોર્ડ્સ 2023 શુક્રવાર અને શનિવારે યોજવામાં આવ્યો હતો જેમાં IIFA રોક્સ ઇવેન્ટ 26 મેના રોજ આયોજિત કરવામાં આવી હતી, ત્યારબાદ 27 મેના રોજ મુખ્ય એવોર્ડ નાઇટ યોજાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application