4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ

  • July 07, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શનિવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓના મોત બાદ ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. જ્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો ત્યારે સેનાના જવાનોએ તરત જ જવાબી કાર્યવાહી કરી. ફાયરિંગમાં એક જવાન ઘાયલ થયાના સમાચાર છે. આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા હતા. સેના અને પોલીસે આતંકીઓને શોધવા માટે ઓપરેશન શરૂ કર્યું છે.


શનિવારે બે સ્થળોએ થયેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે બે જવાનો પણ શહીદ થયા હતા. જણાવવામાં આવ્યું કે એન્કાઉન્ટર બાદ ડ્રોન કેમેરાની મદદથી જોવામાં આવ્યું કે ચાર આતંકીઓના મૃતદેહ ત્યાં પડેલા છે. જો કે, ફાયરિંગ ચાલુ હોવાથી મૃતદેહો બહાર કાઢી શકાયા ન હતા.


અહેવાલ મુજબ, ફાયરિંગ કર્યા બાદ આતંકવાદીઓ તરત જ ત્યાંથી ભાગી ગયા હતા. સેના અને પોલીસ સંયુક્ત રીતે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલા બાદ સરકારે આદેશ આપ્યો હતો કે આતંકવાદીઓને પૂરી તાકાતથી ખતમ કરવામાં આવે. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા 70 વિદેશી આતંકવાદીઓ સક્રિય છે.


ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે સેના સતત ઓપરેશન ચલાવી રહી છે. સેનાએ શનિવારે ચીનાગામ ગામની આસપાસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, ઓપરેશન શરૂ થતાની સાથે જ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. લશ્કરના આતંકીઓ અહીં છુપાયા હોવાની ગુપ્તચર માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળો ત્યાં પહોંચ્યા અને બંને તરફથી ગોળીબાર શરૂ થયો. ગોળીબારમાં બે જવાન શહીદ થયા હતા. ત્યાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News