Viral video : સુરતની ચીઝ બ્લાસ્ટ સોડા સોશિયલ મીડિયા પર બની વાઇરલ સેન્સેશન, યુઝર્સે માંગ્યું નજીકની હોસ્પીટલનું સરનામું !

  • March 09, 2023 11:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ શરૂ થયો છે. એક વિચિત્ર વાનગી બનાવવા માટે લોકો આવી અજીબોગરીબ વાનગીઓ બનાવતા હોય છે, જેના વિશે વિચારીને ઉબકા આવે, કેટલાક ફેન્ટા મેગી બનાવી રહ્યા છે તો કેટલાક થમ્બસઅપ પાણીપુરી તૈયાર કરી રહ્યા છે. 

Instagram એકાઉન્ટ @foodie_addicted_ એક ફૂડ બ્લોગિંગ ચેનલ છે જ્યાં વિચિત્ર વાનગીઓના ફોટા અને વિડિયો જોઈ શકાય છે. તાજેતરમાં, આ એકાઉન્ટ પર એક ખૂબ જ વિચિત્ર વાનગી (ચીઝ સાથે સોડા) પોસ્ટ કરવામાં આવી છે, જેનું નામ છે ચીઝ બ્લાસ્ટ સોડા. તમે નામ પરથી જ સમજી ગયા હશો કે ચીઝ અને સોડાનું કોઈ મિશ્રણ છે. 

આ પ્રકારની સોડા ગુજરાતના સુરતમાં બનાવવામાં આવે છે. સૌ પ્રથમ બનાવનાર ગ્લાસમાં સોડા લે છે. પછી તે તેમાં મગફળી મિક્સ કરે છે. પછી બ્લુબેરી અને પાઈનેપલ સોડા મિક્સ કરે છે. તેને સમર સ્પેશિયલ ડ્રિંક તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. અને આ પછી તેમાં ચીઝ નાખવામાં આવે છે.
​​​​​​​ 

આ વીડિયોને ઘણા વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે, નજીકની હોસ્પિટલનું સરનામું પણ આપવું જોઈએ. તો બીજી તરફ એક યુઝરે કહ્યું કે આ જોયા પછી તેનો માનવતા પરથી વિશ્વાસ ઉઠી ગયો. એકે મજાકમાં કહ્યું કે વ્યક્તિએ તેની દુકાન બંધ કરી દેવી જોઈએ. અન્ય એકે કહ્યું કે હવે ફક્ત આ જ જોવાનું બાકી છે. એકે મજાકમાં કહ્યું કે વેનીલા આઈસ્ક્રીમ, રબડી અને બટર ઉમેરવાનું બાકી હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application