Viral video : ફેનનો ફોન લઈને ભાગ્યો રોહિત શર્મા અને ....

  • May 01, 2023 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ દિવસોમાં રોહિત શર્મા IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી રહ્યો છે. રોહિત શર્મા મેદાન પર જેટલી આક્રમક બેટિંગ કરે છે તેટલો જ તે મેદાનની બહાર હસતો અને મજાક કરતો જોવા મળે છે. રોહિત મેદાનની બહાર તેના ચાહકો સાથે ખૂબ જ ફ્રેન્ડલી દેખાય છે. આવી સ્થિતિમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ફેન્સનો મોબાઈલ લઈને જતો જોવા મળી રહ્યો છે.


મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં રોહિત શર્મા ચાહકો સાથે મજાક કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે રોહિત શર્મા ફેન્સ સાથે સેલ્ફી લેવા માટે રોકાઈ જાય છે.


સ્ટેન્ડ પરથી એક ચાહક રોહિત શર્માને સેલ્ફી માટે મોબાઈલ આપે છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ફોટો લે છે અને ફેન્સને મોબાઈલ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મોબાઈલ પરત કર્યા વગર ડ્રેસિંગ રૂમ તરફ જવા લાગે છે. દરમિયાન, ચાહક ફોન પર કોલ કરે છે...તે પછી તે મોબાઈલ ફોન પરત કરે છે.


આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. તો ઘણા લોકોએ ટિપ્પણી કરીને તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એક યુઝરે કમેન્ટ કરી, "બડે તેજ હો રહે હો કેપ્ટન."




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application