Viral video : ગુલાબી મદનિયું !, 'પિંક બેબી'ને Z++ સુરક્ષા આપે છે હાથીઓનો પરિવાર 

  • June 07, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યારે બાળકોને રક્ષણ પૂરું પાડવાની વાત આવે છે, ત્યારે પ્રાણીઓની તરકીબો કઈક અજબ ગજબ જ હોય છે. હાથી એક એવું પ્રાણી છે, જે ટોળામાં રહે છે. આ ટોળામાં, નાના હાથીઓના બાળકો પણ હોય છે, જેઓને માતાની સાથે આખા જૂથ દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે છે.


કંઈક આવું જ એક વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે, જેમાં હાથીઓનું ટોળું નવજાત બાળકને ચારે બાજુથી રક્ષણ આપી રહ્યું છે. એવું લાગે છે કે બાળકની સુરક્ષા કડક કરવામાં આવી છે. 


હાથીના બચ્ચાને જોઈને ખબર પડી કે તેનો જન્મ તાજેતરમાં જ થયો છે કારણ કે બાળકનો રંગ આછો ગુલાબી છે. તેને એકવાર જોતાં જ લાગે છે કે તે કોઈ અન્ય પ્રાણી છે. આ વીડિયોને ગેબ્રિયો કોર્નો નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે


વીડિયોમાં હાથીઓનું ટોળું રોડ ક્રોસ કરતું જોવા મળે છે. જેમ જેમ વિડિયો આગળ વધે છે તેમ, ટોળાની વચ્ચે એક નાનો ગુલાબી રંગનો હાથી દેખાય છે. 

​​​​​​​

આ વીડિયોને શેર કરવામાં આવ્યો ત્યારથી લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application