Viral video : 'દ્રૌપદી મુર્મૂ આપણા વડાપ્રધાન બન્યા’ : શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર

  • May 19, 2023 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હાલ ગુજરાતના મંત્રી કુબેર ડીંડોરનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. ફરી એકવાર પોતાના નિવેદનને કારણે શિક્ષણ મંત્રી ચર્ચામાં છે. ઘણીવાર નેતાઓ કે દિગ્ગજો સ્ટેજ પર ભાષણ આપવા સમયે ભૂલો કરી બેસે છે, આવું જ કંઈક થયું છે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સાથે.


છોટા ઉદેપુરમાં હાલમાં જ યોજાયેલ એક કાર્યક્રમમાં સ્ટેજ પર વક્તવ્ય દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વડાપ્રધાન ગણાવ્યા હતા. જે બાદ તેમનો આ વિડીયો હાલ ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. 


શિક્ષણ મંત્રીએ ભાજપ સરકારના વખાણ કરતા આદિવાસી સમાજની પ્રગતિ વિશે વાત કરી હતી. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે તેમની જીભ લપસી ગઈ અને તેમણે કહ્યું, 'અમારી પાર્ટીએ ઘણું આપ્યું છે. આઝાદીના ઈતિહાસમાં 75 વર્ષમાં પ્રથમ વખત ઓરિસ્સાના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આપણા દેશના વડાપ્રધાન બન્યા છે. આ કોઈ નાની સિદ્ધિ નથી. જે બાદ આ વિડીયો કલીપ હાલ વાઇરલ થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application