પોરબંદરમાં મારામારીના ગુન્હામાં આરોપીના શરતી જામીન મંજૂર થયા છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના છાયા ચોકી વિસ્તારમાં મુકામે રાત્રીના સમયે ફરીયાદીનો મોટો દીકરાનુ તેની માતાએ વેફર લેવા બહાર મોકલ્યો હતો ત્યારે આ કામના આરોપી ભરત ઉર્ફે ભોદો વેજાભાઇ કારાવદરાએ તેમની સાથે અગાઉ થયેલ બોલાચાલીની દાઝ રાખી તેને ગાળો આપી, ધમકી આપી, મારવા પાછળ દોડેલ જેની વાત ફરીયાદીના મોટા દિકરાએ તેની ઘરે આવી ફરીયાદીને કરતા ફરીયાદી આ કામના આરોપીને સમજાવવા જતા આરોપી ભરત ઉર્ફે ભોદો વેજાભાઇ કારાવદરા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને રોડ પર પડેલ લોખંડનો પાઇપ ઉપાડી ફરીયાદીને મન પડે તેમ મારવા લાગેલ, જેમાં ફરીયાદીને ડાબા હાથમાં કોણીના ભાગે વાગતા ફેકચર થયેલ તથા કમરની ડાબી બાજુ પડખાના હાડકામાં ફેકચર થયેલ, જે મુજબની ફરીયાદ જાહેર થતા કમલાબાગ પોલીસસ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ તથા જી.પી.એકટની કલમ-૧૩૫ મુજબનો ગુન્હો નોંધી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી ભરત ઉર્ફે ભોદો વેજાભાઇ કારાવદરાને ધોરણસર અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીને જ્યુડી કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલો હતો. ત્યારબાદ આરોપી દ્વારા પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ વતી વકીલ એમ.જી. શીંગરખીયાને રોકી સેસન્સ કોર્ટમાં જામીન મુકત થવા માટે જામીન અરજી કરવામાં આવેલી હતી. જે જામીન અરજીની સુનવણી હાથ ધરવામાં આવતા સરકારપક્ષે સરકારી વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવેલી હતી કે, આરોપીએ ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ છે, આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો આરોપી ફરીથી આવા પ્રકારના ગુન્હાઓ કરશે તથા નાશી ભાગી જશે. જેથી જામીન મુકત ન કરવા અરજ કરેલી, ત્યારબાદ સામાપક્ષે આરોપીના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવેલી હતી કે આરોપી કોઇ ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા નથી, આરોપી પોરબંદરના સ્થાનિક છે, કયાંય નાશી ભાગી જાય તેમ નથી, કોર્ટ જે કાંઇ શરતો ફરમાવે તેનું પાલન કરવાની ખાત્રી આપતા હોય, તેમજ ઇજા પામનાર હાલ કોઇ સારવાર હેઠળ ન હય, જેથી આરોપીને જામીન મુકત કરવા અરજ કરેલી.
ત્યારબાદ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ધ્યાને લઇ આરોપીને જામીન મુકત કરવાનો હુકમ અદાલતમાં જાહેર કરેલો હતો.
આ કામમાં આરોપીપક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, જિજ્ઞેશ ચાવડા, મયુર સવાનીયા તથા પંકજ બી. પરમાર રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech