"आप मुझे ख़ालिस्तानी बोल रहे हैं, क्योंकि मैंने पगड़ी पहनी है."
— Congress (@INCIndia) February 20, 2024
- IPS ऑफिसर जसप्रीत सिंह ने ये बात कही.
BJP के लोगों की गिरी हुई हरकत देखिए. दिन रात देश की सेवा करने वाले एक पुलिस अधिकारी को इसलिए ख़ालिस्तानी कह दिया क्योंकि उसने पगड़ी पहनी थी.
ये बेहद गिरी हुई मानसिकता है. pic.twitter.com/Jl4bhBdVPo
પશ્ચિમ બંગાળના સંદેશખાલીનો વિવાદ હાલ હેડલાઇન્સમાં છે, ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં સ્થિતિ વધુ તંગ બની રહી છે. સંદેશખાલીમાં મહિલાઓ પરના યૌન હિંસાના મામલાને લઈને વિરોધ પક્ષ ભાજપ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યું છે. આજરોજ બીજેપીના ઘણા ધારાસભ્યો સંદેશખાલીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ IPS અધિકારી જસપ્રીત સિંહે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના ધારાસભ્યોએ તેમને કથિત રીતે ખાલિસ્તાની કહ્યા, ત્યારપછી મીડિયાની સામે બંને પક્ષો વચ્ચે ઘણી ચર્ચા થઈ.
આ મામલે ભાજપ પર નિશાન સાધતા કોંગ્રેસ પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયો શેર કરતા લખ્યું કે, "તમે મને ખાલિસ્તાની કહો છો કારણ કે મેં પાઘડી પહેરી છે. IPS ઓફિસર જસપ્રીત સિંહે આ વાત કહી. બીજેપીના લોકોનું અપમાનજનક વર્તન જુઓ... દિવસ રાત દેશની સેવા કરતા પોલીસ અધિકારીને ખાલિસ્તાની કહેવામાં આવે છે કેમ કે તે પાઘડી પહેરે છે આ ખૂબ જ અધમ માનસિકતા છે.”
કોંગ્રેસે શેર કરેલા અને હાલ વાઈરલ થઇ રહેલા આ વીડિયોમાં IPS ઓફિસર જસપ્રીત સિંહ કહેતા સાંભળવા મળે છે કે, 'તમે મને ખાલિસ્તાની કહો છો કારણ કે મેં પાઘડી પહેરી છે. આ તમારી હિંમત છે ? જો પોલીસ પાઘડી પહેરીને ફરજ બજાવે તો શું તે ખાલિસ્તાની બની જાય છે? શું આ તમારું લેવલ છે?' વાયરલ વીડિયોમાં IPS ઓફિસરે કહ્યું કે તમે મને ખાલિસ્તાની કહો છો, હું તમારી સામે કેસ કરીશ. હું તમારા ધર્મ પર નથી બોલ્યો તો તમે કેવી રીતે બોલી શકો. તમે પાઘડી પહેરેલા અને ફરજ બજાવતા પોલીસ અધિકારીને ખાલિસ્તાની કહો છો. IPS અધિકારી જસપ્રીત સિંહને પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી અને અન્ય બીજેપી ધારાસભ્યોને આ બધું કહેતા સાંભળવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech