વિધાર્થીઓ પાસે માળિયાની સફાઈ કરાવવાના વિરોધમાં ઉગ્ર દેખાવો: ૧૦ની અટકાયત કરી

  • January 24, 2023 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કરણપરામાં આવેલી શિક્ષણ સમિતિની કચેરી નજીક ભારે અફડાતફડી




રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કોઠારીયા રોડ પરની શાળા નંબર આઠમાં વિધાર્થીઓ પાસે માળીયાની સફાઈ કરાવવાના બનેલા બનાવના વિરોધમાં આજે વિધાર્થી આગેવાનો અને કાર્યકરોએ કરણપરામાં આવેલી શિક્ષણ સમિતિની કચેરી નજીક ભારે દેખાવો કર્યા હતા. ઉગ્ર સુત્રોચાર કર્યા હતા અને તેના કારણે વાતાવરણમાં ભારે ગરમાવો આવી ગયો હતો.
વિધાર્થીઓના આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે એનએસયુઆઇના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત ૧૦ આગેવાનોની અટકાયત કરી છે.





નરેન્દ્ર સોલંકી એ જણાવ્યું હતું કે બાળકો પાસે મજૂરી જેવા કામો કરાવવાની ઘટના શાળાઓમાં  અવારનવાર બનતી હોય છે. વાલીઓ પોતાના સંતાનોને શાળાએ ભણવા માટે મોકલતા હોય છે.આવા કામ કરવા માટે નહીં. થોડા દિવસ પહેલા કોઠારીયામાં આવેલી શાળાના વિધાર્થીઓ પાસે ઈંટો ઉપાડવાનું કામ કરાવવામાં આવ્યું હતું. આવી જ રીતે શાળા નંબર આઠમાં નાના વિધાર્થીઓને જીવના જોખમે માળીયા ઉપર ચડાવી સફાઈ કામ કરવામાં આવ્યું છે. આ બાબત ઘણી ગંભીર છે.




બાળકો પાસે કામ કરાવવાનું કાયદાથી જ પ્રતિબંધિત છે અને તેમાં પણ શાળાએ આવતા વિધાર્થીઓ પાસે કામ કરાવવાની બાબત ઘણી ગંભીર બની જાય છે. આ બાબતે અવારનવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. આ કિસ્સામાં પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application